હવેથી બેન્કોમાં અકાઉન્ટ ધરાવનારાઓએ પોતાનાં ખિસ્સાં હળવા કરવા તૈયાર થઇ જવું પડશે, કારણ કે ૨૦ જાન્યુઆરીથી બધી જ બેન્કસ પોતાની સર્વિસિસ બદલ પોતાના ગ્રાહકોને ચાર્જ કરશે. ૨૦ જાન્યુઆરી બાદ બેન્કસ પોતાની વિધડ્રોઅલ ડિપોઝિટ, KYC,સરનામું કે ફોનનંબર બદલવા, ચેકબુક રિકવેસ્ટ જેવી તમામ સર્વિસિસ માટે ગ્રાહકો પાસેથી પૈસા વસૂલ કરશે.
આ બધી જ સર્વિસિસ જે અત્યાર સુધી મફત હતી એ માટે હવે ગ્રાહકોએ પૈસા ચૂકવવાના રહેશે. નવા ચાર્જિસનો અમલ ૨૦ જાન્યુઆરીથી કરવામાં આવશે અને તમે જે સર્વિસનો ઉપયોગ કર્યો હશે એના પૈસા ઓટોમેટિકલી તમારા બેન્ક-અકાઉન્ટમાંથી ડેબિટ થઇ જશે. આ ઉપરાંત તમે જે બ્રાન્ચમાં અકાઉન્ટ ખોલાવ્યું હોય એ મૂળ બ્રાન્ચ સિવાયની બ્રાન્ચમાં કરેલા બેન્ક-વ્યવહાર (ટ્રાન્ઝેકશન) બદલ અલાયદી ફી વસૂલ કરવામાં આવશે. પ્રાઇવેટ અને નેશનલાઇઝડ આમ તમામ બેન્કો નવેસરથી ચાર્જનો અમલ કરશે અને એમાં ૧૮ ટકા GSTનો પણ સમાવેશ કરવામાં આવશે.
આ વાતની પુષ્ટિ તમામ સિનિયર બેન્ક અધિકારીઓએ કરી હતી.(૧.૧) સર્વિસ હાલ વસૂલાતો ચાર્જ પ્રસ્તાવિત ચાર્જ
કેશ વિધડ્રોઅલ – કોઇ ચાર્જ નહી પ્રતિ ટ્રાન્ઝેકશન ૧૦ રૂપિયા (ઓટો ડેબિટ)
કેશ ડિપોઝિટ – કોઇ ચાર્જ નહી ૫૦,૦૦૦ રૂપિયાથી વધુ રકમ માટે પ્રતિ હજાર રૂપિયે ૨.૫૦ રૂપિયા
પાસબુક અપડેટ – કોઇ ચાર્જ નહી પ્રત્યેક સ્ટેટમેન્ટ માટે ૧૦ રૂપિયા
બેલેન્સ સ્ટેટમેન્ટ – કોઇ ચાર્જ નહી દરેક સ્ટેટમેન્ટ માટે ૨૫ રૂપિયા (ઓટો ડેબિટ)
ચેકબુક રિકવેસ્ટ – કોઇ ચાર્જ નહી પ્રતિ રિકવેસ્ટ ૨૫ રૂપિયા (ઓટો ડેબિટ)
સિગ્નેચર વેરિફિકેશન – કોઇ ચાર્જ નહી પ્રતિ રિકવેસ્ટ ૫૦ રૂપિયા
DD,PO,ECS ઇશ્યુ – કોઇ ચાર્જ નહી પ્રત્યેક રિકવેસ્ટ માટે ૨૫ રૂપિયા
ચેક ડિપોઝિટ – કોઇ ચાર્જ નહી પ્રત્યેક ચેક અને સ્પીડ કિલયરિંગ માટે ૧૦ રૂપિયા
ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ – કોઇ ચાર્જ નહી ૫૦ રૂપિયા પ્રતિ સર્ટિફિકેટ કમ્યુનિકેશન એડ્રેસ,
KYC, મોબાઇલ નંબર અપડેટ કરવા – કોઇ ચાર્જ નહી ૨૫ રૂપિયા પ્રતિ રિકવેસ્ટ
ડેબિટ કાર્ડની રિકવેસ્ટ – કોઇ ચાર્જ નહી ૨૫ રૂપિયા પ્રતિ રિકવેસ્ટ (ઓટો ડેબિટ)
ઇન્ટરનેટ મોબાઇલ બેન્કિંગ રિકવેસ્ટ – કોઇ ચાર્જ નહી ૧૦ રૂપિયા પ્રતિ રિકવેસ્ટ (ઓટો ડેબિટ) ચાર્જિસ પર આપવો પડશે ૧૮ ટકા GST
સૌજન્ય