Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

બંગાળની કોર્ટનો મહત્વનો ચુકાદો… કોઈની અંગત તસ્વીર વાયરલ કરશે તો રેપ સમાન ગુનો ગણાશે

Share

કોઇ છોકરીના વ્યકિતગત – અંગત ફોટા સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર વાયરલ કરવા એ રેપની બરાબર છે. અને વર્ચુઅલ રેપનો કેસ ગણવામાં આવશે તેમ પશ્ચિમ બંગાળમાં એક કોર્ટે રિવેન્જ પોર્ન (બદલો લેવા માટે કોઇની અશ્લીલ તસ્વીરો વાયરલ કરવા)ના મામલામાં સુનાવણી દરમિયાન ફેંસલો સંભળાવતા આ મુજબ કહ્યું હતું.

પૂર્વ મિદનાપુરના આ મામલામાં એન્જીનિયરીંગના તૃતિય વર્ષના છાત્રને દોષિત ઠેરવતા ૫ વર્ષની કેદની સજા સંભળાવી હતી. કોર્ટે આની સાથોસાથ દોષિતને રૂ!. ૯૦૦૦નો દંડ પણ ફટકાર્યો હતો. દોષિતે જે છોકરીની તસ્વીરો વાયરલ કરી હતી  જજે તેને સુનાવણી દરમિયાન રેપ પીડિત ગણી છે.

Advertisement

સૌથી મહત્વની વાત એ છે કે, કોર્ટે આ કેસનો માત્ર બે મહિનાની અંદર જ ફેંસલો સંભળાવી દીધો હતો. પોર્ન રિવેન્જના આ મામલામાં બીટેકના છાત્રની ઇન્ટરનેટ પર એક છોકરી સાથે મુલાકાત થઇ હતી. સોશ્યલ મીડિયા થકી તે ૩ વર્ષ સુધી તેની મિત્ર રહી હતી. બાદમાં છાત્રએ છોકરીનો વિશ્વાસ કેળવી તેની અંગત તસ્વીરો માંગી હતી. છોકરીએ તેની વાતમાં આવી જઇને ફોટા મોકલી દીધા હતા. છાત્ર પછી તેની સાથે શારીરિક સંબંધ બનાવવા દબાણ કરવા લાગ્યો હતો. છોકરીએ વિરોધ કર્યો તો બદલો લેવા અને હેરાન કરવા માટે છોકરાએ તેની અંગત તસ્વીરો સોશ્યલ મીડિયા ઉપર વાયરલ કરી દીધી હતી.

કોર્ટનું આ બારામાં કહેવું હતું કે, ખાનગી તસ્વીરો વાયરલ થવી એ છોકરી સાથે વર્ચુઅલ રેપ થવા જેવું છે. પોલીસે તપાસ કરી ૪૨ દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી. ૫૦ દિવસ પૂરા થવા પર આરોપી બી-ટેક છાત્ર પર અપરાધની કલમો નક્કી કરવામાં આવી અને ઠીક બે મહિના પૂરા થતા જ કોર્ટે પોતાનો ફેંસલો સંભળાવી દીધો હતો. નિષ્ણાંતો અને જાણકારોનું આ બારામાં કહેવું છે કે, આ દેશની ન્યાય વ્યવસ્થામાં સૌથી ઝડપી આવેલા ફેંસલા પૈકીનો એક છે.

સૌજન્ય(અકિલા)


Share

Related posts

બુલેટ ટ્રેનમાં મુસાફરી કરીને આવતા મુસાફરોને એક જગ્યાએથી મેટ્રો-બીઆરટીએસની સુવિધા મળી શકશે.

ProudOfGujarat

વડોદરાના મેયર તરીકે નિલેશ રાઠોડની નિયુક્તિ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ ઉત્થાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યુપીએલ યુનિવર્સિટી વાલીયા ખાતે ધો. 10 અને 12 વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન અપાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!