Proud of Gujarat
GujaratFeaturedINDIA

બાંગ્લાદેશ : છ માળની નૂડલ્સ ફેક્ટરીમાં આગ લાગતાં 52 લોકોનાં મોત, જીવ બચાવવા લોકો કૂદી પડયા.

Share

બાંગ્લાદેશના રૂપગંજમાં એક ફેક્ટરીમાં આગ લાગવાને કારણે 52 લોકોનાં મોત થયાં છે. બાંગ્લાદેશની ફાયર સર્વિસ દ્વારા આ માહિતી આપવામાં આવી છે. ફાયર સર્વિસના ડેપ્યુટી ડિરેક્ટર દેબાશિષ વર્ધને મીડિયાને જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 40 મૃતદેહો અમને મળ્યા છે. રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

લોકો પોતાનો જીવ બચાવવા ઉપરથી કૂદી પડ્યા હતા. ત્રીજા માળેથી શરૂ થયેલી આગ જોતજોતાંમાં છઠ્ઠા માટે પહોંચી ગઈ હતી. દેબાશિષ વર્ધને જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યા વધી શકે છે. રૂપગંજ પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ મીડિયા રિપોર્ટમાં જણાવ્યું હતું કે ફેક્ટરીમાં કામ કરનારા મજૂરોનાં પરિવારજનો અહીં મોટી સંખ્યામાં ભેગાં થઈ ગયાં છે.

આગ ઢાકાની બહાર એક ઔદ્યોગિક શહેર રૂપગંડમાં હાશેમ ફૂડ એન્ડ બેવરેજીસ ફેક્ચરીમાં ગુરુવારે સાંજે 5 વાગે આગ લાગી હતી. શુક્રવાર સવાર સુધી આગ પર કંટ્રોલ મેળવી શકાયો નહોતો. રેસ્ક્યૂ ટીમે ઘણા લોકોને બચાવ્યા છે, પરંતુ હજી સ્પષ્ટ નથી થઈ શક્યું કે કેટલા લોકો ફેક્ટરીમાં ફસાયેલા હતા.

Advertisement

છ ફ્લોરની ફેક્ટ્રીમાં ઝડપથી લાગેલી આગને કારણે ઉપરના ફ્લોરથી કૂદીને જીવ બચાવવા જતાં ઓછોમાં ઓછા 30 લોકો ઘાયલ થયા છે. હજી ડઝનો જેટલા કર્મચારીઓ ગુમ છે. ફાયરબ્રિગેડની ટીમે કહ્યું હતું કે નૂડલ્સ અને ડ્રિન્ક બનાવતી આ ફેકટરીની છત પરથી 25 લોકોને બચાવવામાં આવ્યા છે, પરંતુ મૃતક આંક વિશે હજી ચોક્કસ કઈ કહી શકાય એમ નથી.

આગ પર કાબૂ મેળવ્યા પછી અમે અંદર તપાસ અને રેસ્ક્યૂ અભિયાન ચલાવીશું. ત્યાર પછી જ અમે મૃતક આંક વિશે ચોક્કસ કંઈક કહી શકીશું. આગમાંથી બચનાર ફેક્ટરીના એક કર્મચારી મોહમ્મદ સૈફુલે જણાવ્યું હતું કે આગ લાગી એ સમયે અંદર ડઝનો લોકો હતા. ત્રીજા ફ્લોરની બંને સીડીનો ગેટ બંધ હતો. બીજા એક મિત્રએ કહ્યું હતું કે અંદર 48 લોકો હતા. નીચેના ફ્લોરમાં આગ લાગવાથી અને ફેક્ટરીમાંથી કાળો ધુમાડો બહાર નીકળતાં તે અને અન્ય 13 કર્મચારી છત પર ભાગ્યા હતા.

ફાયર ફાઈટરની ટીમે તેમને દોરડાની મદદથી નીચે ઉતાર્યા. ફેક્ટરીમાંથી આગ ઓછી થતાં જ કેટલાય પરેશાન લોકો તેમનાં પરિવારજનો વિશે જાણવા ફેક્ટરીની બહાર પહોંચી ગયા હતા.


Share

Related posts

અમદાવાદ-હરીશ જાટના જુગારના અડ્ડા પર પોલીસનો દરોડો-7 લોકોની ધરપકડ…

ProudOfGujarat

ભરૂચની દુધધારા ડેરીના પ્રમુખ તરીકે ઘનશ્યામ પટેલની વરણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીએ પત્રકાર સાથે ગાળાગાળી કરી ગેરવર્તન કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!