Proud of Gujarat
FeaturedGujaratINDIA

બનાસકાંઠામાં મુશળધાર વરસાદથી તારાજી સર્જાઈ, અનેક ઘરોમાં 4 ફૂટ પાણી ભરાયા.

Share

બનાસકાંઠામાં ગઈકાલે પડેલા વરસાદને કારણે તારાજી સર્જી હતી. ભારે વરસાદને કારણે ઠેર ઠેર ઘૂંટણ સમા પાણી ભરાય ગયા હતા. ગુજરાતમાં હવામાન ખાતાની આગાહી મુજબ બનાસકાંઠાના કાંકરેજ ખોડામાં પડેલા મુશળધાર વરસાદના પગલે અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. ધોધમાર વરસાદથી ગામની શાળા, આંગણવાડી, પંચાયતમાં ભરાયા હતા ચાર-ચાર ફૂટ પાણી.

ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ભરાઈ જતા ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યું હતું. ગઈકાલે પડેલા વરસાદના કારણે નીચાણવાળા ગામોમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા હતા. ખેડાગામમાં નીચાણવાના વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિક લોકોનું સ્થળતર કરવામાં આવ્યું હતું. છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદને કારેન સર્વત્ર પાણી જ પાણી થઇ ગયું છે.

Advertisement

તો બીજી તરફ બનાસકાંઠામાં પડેલા ભારે વરસાદના કારણે ડીસાના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાઈ જતા બેટમાં ફેરવાઈ ગયા હતા. ડીસાના મોટી આખોલ,ગલાલપુરા, માલગઢ, કંસારી, પેપળુ, રાણપુર, પરબડી સહિતના અનેક ગામોમાં ખેતરોમાં ફરી વળ્યા પાણી. ખેતરોમાં કમર સુધી પાણી ફરીવળતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સતત પડેલા વરસાદના પગલે ડીસાના ગલાલપુરના ખેડૂતના ઘર સુધી પહોંચ્યા હતા પાણી.

ભારે વરસાદ પડવાને કારણે ઘાસચારો, પશુધન માટેનો સામાન પાણીમાં ડૂબી ગયા હતા. આ વરસાદમાં 25 વીઘામાં વાવેલ મગફળીના પાક કમર સુધી પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ભારે વરસાદથી થયેલા નુકશાન માટે ખેડૂતોએ સરકાર પાસે સહાયની માંગ કરવામાં આવી હતી.


Share

Related posts

ડભોઈ તેનતલાવનાં ગરીબોનો કોળિયો ઝુંટવતો સંચાલક : તંત્ર ધોર નિંદ્રામાં.

ProudOfGujarat

ભરૂચ-રાત્રીના અંધારામાં મેઘરાજાનું દે ધનાધન, જિલ્લામાં સાર્વત્રિક વરસાદ…

ProudOfGujarat

દિલ્હી – મુંબઈ ન્યુ એકસપ્રેસ હાઇવે પર બે આઇશર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!