Proud of Gujarat
INDIAFeaturedGujarat

બનાસકાંઠાના છાપી હાઇવે પર એસ.ટી બસમાં એકાએક આગ ફાટી નીકળી : બસમાં શોર્ટસર્કિટથી બસ બળીને ખાખ.

Share

બનાસકાંઠા જિલ્લાના છાપી હાઇવે પર એસ.ટી બસમાં આગ લાગવાની ઘટના આજરોજ સર્જાઈ હતી. પાલનપુર ડેપોની એસ. ટી બસ છાપી હાઇવે ઉપર અચાનક આગ લાગતા બસ ચાલકે 10 પેસેન્જરોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ડ્રાઈવરની સુજબુજને કારણે મોટી જાનહાનિ ટળી હતી, જ્યારે બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

મળતી માહીતી અનુસાર, પાલનપુરથી મહેસાણા તરફ જ રહેલી એસ.ટી વિભાગની બસમા અચાનક આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. પોતાની સુજબુજ વાપરીને બસમાં સવાર 10 જેટલા મુસાફરોને સુરક્ષિત બસમાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે ત્યાં સુધીમાં બસ બળીને ખાખ થઈ ચૂકી હતી. બસમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

નડિયાદ : અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરૂ શ્રીમદ્દ વલ્લભાચાર્ય ચરણના ૫૪૬ મા  પ્રાગ્ટય મહોત્સવની ઉજવણી અંતર્ગત ભવ્ય શોભાયાત્રા યોજાઇ

ProudOfGujarat

ભરૂચ : પોલ્ટ્રી ફાર્મમાં ડ્રગ્સ બનાવતા જંબુસરના કોંગ્રેસ પ્રમુખની 2 મહિના બાદ આખરે ધરપકડ કરાઈ.

ProudOfGujarat

નવસારીના ક્રીડાઈ એસોસિએશનના બિલ્ડરોએ વિવિધ માંગોને લઈને રેલી યોજી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!