બનાસકાંઠા જિલ્લાના અમીરગઢના ગંગાસાગર પાટિયા નજીક બાઇક ડિવાઇડર સાથે ટકરાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચતા સાયબા થી અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાપ્ત મળતી વિગતો અનુસાર બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ ગંગાસર નજીક મોડી સાંજે અંબાજીથી પાટણ પોતાની બાઈક નંબર GJ-24-AD-2003 જઈ રહેલ મહેશજી વીરજી ઠાકોર અને ની બાઇક ડિવાઈડર સાથે અથડાતા બાઈક ચાલક મહેશ ઠાકોર ગંભીર ઈજાઓને પગલે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બાઈક પર સવાર ભાનુજી ઉમેદજી ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગેની જાણ પોલીસને થતાં તેઓએ ઘટનાસ્થળે આવી મૃતકની લાશનો કબજો મેળવી મૃતકની લાશને પીએમ અર્થે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્ત ને પણ સારવાર અર્થે અમીરગઢ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો.
બનાસકાંઠા અમીરગઢના ગંગાસર પાટિયા નજીક બાઇક ડિવાઇડર સાથે ટકરાતા એકનું મોત જ્યારે અન્ય એક ઘાયલ
Advertisement