બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સમિતિ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને કલેક્ટરને રજુઆત કરાઈ રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક, કારકુન, પટાવાળા, ગ્રંથપાલ, લેબ ટીચર વગેરે શૈક્ષણિક અને શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે, જોકે ખાલી બેઠકો ભરવામાંમાં અને પડતર પ્રશ્નોનું નિવારણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા આજરોજ કલેકટર કચેરી ખાતે આવી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સરકારે કરેલા જાહેરાતના પ્રશ્નોના ઠરાવ કરવા બાબતે આવેદનપત્ર આપી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
જિલ્લા શૈક્ષણિક સંઘ સમિતિના રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક, કારકુન, પટાવાળા, ગ્રંથપાલ, લેબ ટીચર વગેરે શૈક્ષણિક અને શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ખાલી છે જેને લઈને શિક્ષણ કાર્ય પર પૂરતો સ્ટાફ ન હોવાથી મોટી અસર થવા પામી રહી છે ત્યારે સરકાર દ્વારા અગાઉ વિધાનસભાની ચૂંટણી સમયે તમામ ખાલી બેઠકો ભરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ બેઠકો ભરવામાં ના આવતા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. તમામ ભરતી પ્રક્રિયા મામલે ઠરાવ કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જો સરકાર દ્વારા આગામી સમયમાં આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.