Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંબાજી મંદિરમાં દર્શન અને આરતીનાં સમયમાં કરાયો ફેરફાર

Share

યાત્રાધામ અંબાજી ખાતે સુર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિરમાં દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉપરાંત અંબાજી મંદિરમાં 23 મી એપ્રીલ રવિવારના રોજ વૈશાખ સુદને અખાત્રીજથી સવાર-સાંજ બે સમયે થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે, જેમાં બપોરે વધુ એક આરતી કરવામાં આવશે. માનવામાં આવે છે કે, હાલ કાળઝાળ ગરમીમાં માતાજીને દિવસ દરમ્યાન ત્રણ સમય કપડાનો શણગાર બદલાતો હોવાથી આરતી ત્રણ સમય કરાશે. ઉપરાંત મંદિર સવારે 11.30 કલાકે બંધ કરાતું હતું, તેના બદલે 10.45 કલાકે બંધ કરાશે. યાત્રીકોને મંદિરમાં સવારે માતાજીની બાલ્યા અવસ્થા, બપોરે યૌવન અવસ્થા અને સાંજે પ્રૌઢ અવસ્થાના દર્શન થશે, તેમ મંદિરના ભટ્ટજી મહારાજ તન્મયભાઈ ઠાકરે જણાવ્યું હતું. અંબાજી મંદિરમાં આ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરાયો હોવાથી આવતીકાલ 22-04-2023 થી 19-06-2023 સુધી માતાજીના મંદિરમાં અન્નકુટ ધરાવી શકાશે નહીં.

આરતીનો સમય

Advertisement

સવારે આરતીનો સમય – 7.00 થી 7.30 સુધી
સવારે દર્શનનો સમય – 7.30 થી 10.45 સુધી
બપોરે આરતીનો સમય – 12.30 થી 1.00 સુધી
બપોરે દર્શનનો સમય – 1.00 થી 4.30 સુધી
સાંજે આરતીનો સમય – 7.00 થી 7.30 સુધી
સાંજે દર્શનનો સમય – 7.30 થી રાત્રીના 9.00 સુધી


Share

Related posts

રાજપીપળાની કામના પટેલ મિસિસ ઈન્ડિયા કોન્ટેસ્ટની ફાઇનલમાં દિલ્હી ખાતે ભાગ લેશે.

ProudOfGujarat

ભરૂચ : કમોસમી વરસાદે ફરી માર્ગો પરનાં ખાડા ચર્ચાનું કેન્દ્ર બન્યા, ઠેર-ઠેર ખાબોચિયા સમાન ખાડા લોકો માટે મુશ્કેલીઓ સમાન..!!

ProudOfGujarat

નડીયાદ : પતિ સાસુ-સસરાના ત્રાસથી કંટાળીને પરિણીતાએ ગળાફાંસો ખાઇ લેતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!