Proud of Gujarat
FeaturedGujaratINDIA

બનાસકાંઠા એલસીબી પોલીસે વિદેશી દારૂ ભરેલી ઇકો ગાડી ઝડપી 4.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

Share

થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક દારૂ ભરેલી ઇકો ગાડી બનાસકાંઠા એલ સી બી પોલીસે ઝડપી પાડી છે. જેમાં એલસીબી પોલીસે ગાડીમાંથી બીયરની બોટલ 1,321 જેટલી જપ્ત કરી, બે ઇસમોને પકડી પાડી કુલ 4,15,150 નો મુદ્દામાલ કબજે કરી કાયદે સરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા એલસીબી પોલીસ થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, ખાનપુર ગામ નજીકથી ઇકો ગાડી દારૂ ભરીને હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે એલ. સી. બી. પોલીસે ઇકો ગાડીની વોચ રાખતા એક શંકાસ્પદ ઇકો ગાડી (નંબર GJ 27 AH 0431) રોકી તપાસ કરી હતી. જે ઇકો ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બીયરની બોટલ 1,321 મળી આવી હતી. ઇકો ગાડી સહિત કુલ 4,15,150 નો મુદ્દામાલ પકડી પાડી આરોપી સુરેશ ગણેશ ભાઇ વજીર તથા સંધા ગણેશભાઇ વજીર (બન્ને રહે. ખાનપુર તા.થરાદ) વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદે સરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : સબજેલમાં ગાંધી જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : પોલ્ટ્રી ફાર્મ એસોસિએશન દ્વારા ચિકનના લાયસન્સની પ્રક્રિયા મુદ્દે કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

પોલીસ ધ્વારા કથિત આરોપીઓને પોલીસ ધ્વારા હંટર માર જાણો ક્યા…!!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!