Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બનાસકાંઠાના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી.

Share

દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબે બનાસકાઠાના કાંકરેજ ખાતે ચૂંટણી સભા સંબોઘી ભાજપના ઉમેદવારોને જંગી મતોથી જીતાડવા સંકલ્પ કરાવ્યો.

પ્રધાનસેવક નરેન્દ્રભાઇ મોદી સંબોધતા જણાવ્યું કે, આ વિશાળ સંખ્યામાં આજે દેવદરબારને આંગણે જનદેવતાનું સામર્થ્ય એક નવી ઉર્જા નવી તાકાત આપે છે. આજે ઓગડજી મહારાજના આશિર્વાદ પ્રાપ્ત કરવાની તક મળી, તેમની કૃપા આપણને સૌને સંકટમાં સાથ આપે છે. ઉત્તર ગુજરાતમા જયારે જયારે દુષ્કાળના દિવસો આવ્યા હોય ત્યારે ઓગડજી બાપાના આશિર્વાદ હંમેશા સાથે રહ્યા છે. પહેલા ચરણમાં ગુજરાતની જનતાએ ભારતીય જનતા પાર્ટીનો ડંકો વાગાડી દીધો છે. ગઇકાલે અમદાવાદમાં જન સાગરના દર્શન કરીને રાજભવન પહોંચ્યા ત્યારે પહેલા ચરણમાં જે મતદાન થયુ છે તેના સમાચાર મળ્યા છે કે ભૂતકાળના તમામ રેકોર્ડ તોડી ભારતીય જનતા પાર્ટી વિજય બનશે.

Advertisement

મોદી વધુમાં જણાવ્યું કે, પહેલા ચરણમાં ખાસ કરીને પહેલી વખત મતદાન કરનાર યુવા મતદારોનો ઉમળકો ચૂંટણીના પરિણામ પાકા કરી દીધા છે. મોદી કાંકરેજની ગાયની તાકાત વિશે વાત કરતા જણાવ્યું કે, વિપરીત સ્થિતિમાં પણ કાંકરજેની ગાય સ્વભાવ ન બદલે, અભાવમાં પણ તેનો ભાવ એવો જ રહે, અભાવમાં પણ તેના પાલક અને આજુબાજુના લોકોની સુખ સુવિઘા માટે કાંકરેજની ગાય શકય તમામ પ્રયત્ન કરે. આ ગાયનું વિદેશના લોકો સામે વર્ણન કર્યુ ત્યારે તેમને પણ જાણીને નવાઇ લાગી કે આવી પણ ગાય હોય છે. કાંકરેજની ગાય આપણું ગૌરવ છે. ભારત પાસે ગૌવ વંશની જે વિરાસત છે તે ખૂબ મોટી શક્તિ છે. ગૌ પાલનના વિકાસ માટે એક રાષ્ટ્રીય ગોકુલ મિશન બનાવ્યું છે જેનાથી ગૌ પાલનને પ્રોત્સાહન મળે. ભારતમાં ડેરી ઉદ્યોગ જે પહેલા માત્ર ગુજરાત સુધી સિમિત હતો, આજે સમગ્ર દેશમાં વધી રહ્યો છે. પશુ પાલકની આર્થિક તાકાત ગાય કેવી રીતે બની શકે તેની ચિંતા સરકારે કરી છે. દેશમાં જેટલુ અનાજ પેદા થાય છે તેના કરતા વઘુ રૂપિયાનું દૂધનું ઉત્પાદન આપણા દેશમાં થાય છે. બનાસડેરીનો વિસ્તાર પણ હવે વઘી રહ્યો છે,બનાસ ડેરીની બ્રાન્ચ હવે કાશીમાં આવી રહી છે. ટપક સિચાંઇએ આખા ગુજરાતમાં ખેતીની રોનક બદલી છે. આજે બનાસકાંઠામાં 70 ટકા ખેતી માઇક્રો ઇરીગેશનથી થાય છે. આજે આખુ હિન્દુસ્તાન બનાસકાઠાને બટાટા અને દાડમના કારણે ઓળખતુ થયું છે. છેલ્લા 20 વર્ષમાં ખાદ્યનું ઉત્પાદન પણ બે ગણુ થયું છે. સરકાર આજે સિંચાઇ પરિયોજના માટે કામ કરી રહી છે. કોંગ્રેસનું તો કામ રહ્યુ છે કે લટાકવું, ભટકાવવુ અને અટકાવવું.


Share

Related posts

જામનગર શહેરમાં આજે રેડ એલર્ટ, વહેલી સવારથી ધોધમાર વરસાદ, 2 રેસ્ક્યુ ટીમ તૈનાત

ProudOfGujarat

અંકલેશ્વર : ભરૂચ એસ.ઓ.જી એ ગાંજાના જથ્થાની હેરફેર કરતા એક ઇસમની ધરપકડ કરી.

ProudOfGujarat

સુરતમાં AIMIM દ્વારા હિજાબ રેલી રદ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!