બનાસકાંઠા જીલ્લાના મે. પોલીસ અધિક્ષક શ્રી નિરજકુમાર બડગુજર સાહેબે જીલ્લામાં દારૂ/જુગારની પ્રવૃતિઓ નેસ્ત નાબુદ થાય તે અંગે કડક અમલવારી કરવા સુચના કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.કે.વાઘેલા સા. ડીસા વિભાગ ડીસાના સિધા માર્ગદર્શન હેઠળ તેમજ પો.ઇન્સ. આર.આર.સિંઘાલ સાની સુચના મુજબ અમો એમ.જે..ચૌધરી તથા પો.સ.ઇ. એમ.કે.ચૌધરી તથા પો.સ.ઇ. ડી.કે. બ્રહ્રમભટ્ટ તથા એ.એસ.આઇ. રૂપાભાઇ તથા હેઙ કોન્સ. દશરથભાઇ તથા હેડ કોન્સ. રાજેશકુમાર તથા પો.કોન્સ. દિલીપકુમાર તથા પો.કોન્સ. કિરીટસિંહ તથા પો.કોન્સ. આદિલ મહમદ તથા ભગવાનભાઇ વિગેરે પો.સ્ટાફના માણસો પો.સ્ટે. હાજર હતા. તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ડીસા જી.આઇ.ડી. સી. ત્રણ રસ્તા તેમજ ભોપાનગર પોલીસ ચોકી પાસે નાકાબંધી દરમ્યાન સ્કોડા ગાડી નં. GJ-08AE-4884 માંથી અલગ-અલગ બ્રાન્ડની પર પ્રાતિય ઇગ્લીશ દારૂની કુલ નાની મોટી બોટલ નંગ- ૭૬૮ કિ.રૂ. ૧,૦૫,૬૦૦ તથા સ્કોડા ગાડી નં. GJ-08AE-4884 ની કિ.રૂ. ૧૦,૦૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિ.રૂ. ૧૧,૦૫,૬૦૦/- તેમજ સેવરોલેટ ક્રૂઝ ગાડી નં. GJ-01KF-5423 ની પકડી પાડી સદરે ગાડીમાંથી અલગ-અલગ બ્રાન્ડની પર પ્રાતિય ઇગ્લીશ દારૂની નાની મોટી બોટલ નંગ- ૨૨૭ કિ.રૂ. ૪૯,૪૦૦/- તથા સેવરોલેટ ક્રૂઝ ગાડી નં. GJ-01KF-5423ની કિ.રૂ. ૧૨,૦૦,૦૦૦/- એમ કુલ મુદામાલ કિ.રૂ. ૧૨,૪૯,૪૦૦/- નો મળી આવેલ એમ બંન્ને ગાડીઓમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ- ૯૯૫ કિ.રૂ. ૧,૫૫,૦૦૦/- તથા ગાડીઓની કિ.રૂ. ૨૨,૦૦,૦૦૦/- એમ કુલ ૨૩,૫૫,૦૦૦/- નો મુદામાલ મળી આવેલ હોય અને સદરે ગાડીઓના ચાલક પોતાની ગાડી મુકી નાસી ગયેલ હોય તેમના વિરૂધ્ધમાં પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે.