ભરૂચ શહેરમાં કોરોનાની મહામારીમાં 108 નાં કર્મચારીઓ ખડે પગે દિવસ અને રાત જોયા વગર મહામારી સામે લડી રહ્યા છે તેવા સમયમાં શંકાસ્પદ કોરોનામાં સપડાયેલા 108 નાં કર્મચારી કે તેઓના નામ ઈએમટી પ્રદીપ હડિયોલ અને પાયલોટ હામિદ મલેક જેવો આમોદ લોકેશન પર પોતાની ફરજ પર હાજર રહે છે. ગત તારીખ 10-5-20 ના રોજ બંને કર્મચારીઓ ફરજ દરમિયાન કોરોના પોઝિટિવ કેસનાં સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ બંને કર્મચારીઓને ભરૂચ જિલ્લાની આરોગ્ય શાખાની ગાઈડ લઈ તેમજ જી.વી.કે ઈ.એમ.આર.આઈ 108 સંસ્થા સાથે સંકલન સાધિ બંને કર્મચારીઓને હોમ કોરનટાઇન કરવાનું નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેથી તેઓ પોતાની સલામતી તેમજ સમાજને પણ સલામત રાખી શકે તેઓને સાત દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા. તે દરમિયાન તેમણે પોતાના પરિવારજનોથી પણ દુરી રાખી પોતાની ફરજ નિભાવી હતી. ગત રોજ તારીખ 20-5-20ના રોજ બંને કર્મચારીઓનાં સેમ્પલ લઈ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા.તેમાં આજરોજ તારીખ 21-5-20 ના રોજ બંને કર્મચારીઓના રિપોર્ટ નેગેટીવ આવેલ છે અને તેઓ ફરીથી પોતાના કાર્યસ્થળે પાછા ફરવા અને માનવજીવન બચાવવાની મોહિમમાં જોડાવા માટે થનગનાટ કરી રહ્યા છે. આ સાથે તેઓ તે પણ જણાવે છે કે ૧૦૮ ઈમરજન્સી સેવામાં કાર્ય કરીને અને લોકોના જીવ બચાવીને એમને અભૂતપૂર્વ લાગણીનો અનુભવ થાય છે. આ બંને કર્મચારીઓની કાર્યનિષ્ઠા ભાવનાને જોઈને ભરૂચ જિલ્લાના ૧૦૮ સેવાના સુપરવાઇઝર અશોક મિસ્ત્રી તેમજ ૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર સાહેબ અભિષેક ઠાકર તેમની કાર્યનિષ્ઠા ભાવનાને બિરદાવી હતી અને જે ઉત્સાહ અને ઉમંગ તેમનામાં જોવા મળી રહ્યો છે કે જેનો ઉપયોગ માનવજીવન બચાવવા માટે તેઓ કરવા માંગે છે તેની પણ સરાહના કરી હતી.
જીવીકે ઇ.એમ.આર.આઈ 108 ઈમરજન્સી સેવાનાં ભરૂચ જિલ્લાનાં બે કર્મચારીઓનું શંકાસ્પદ કોરોના રિપોર્ટ નેગેટીવ આવતા ફરી પાછા માનવજીવન બચાવવાની મોહિમમાં જોડાયા.
Advertisement