ગાંધીના ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી તહેવારોમાં વિદેશી દારૂની ભારે માંગ રહે છે અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદો પર જીલ્લા પોલીસ તંત્રએ બાજ નજર ગોઠવી હોવા છતાં બુટલેગરો વિદેશી દારૂના વેપલામાં રહેલા તગડા નફાને પગલે વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવવા પ્રયત્નશીલ રહે છે. જીલ્લા પોલીસતંત્ર સતત બુટલેગરોની ખેપ નિષ્ફળ બનાવી રહી છે શામળાજી પોલીસે વસાયા ગામ નજીકથી સીએનજી પેસેન્જર રિક્ષામાંથી 265 વિદેશી દારૂની બોટલ સાથે રીક્ષા ચાલક બુટલેગરને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
શામળાજી પીએસઆઈ કે.એસ.દેસાઈ અને તેમની ટીમે અંતરિયાળ વિસ્તારમાં જાબચિતરીયા પંથકમાં પેટ્રોલિંગ હાથ ધરતા સીએનજી રિક્ષામાં રાજસ્થાનના ભોમટાવાળા ઠેકા પરથી વિદેશી દારૂ ભરી ગેડ જાંબુડી તરફથી વસાયા ગામ તરફ પસાર થવાની હોવાની બાતમી મળતા વસાયા ગામ નજીક વોચ ગોઠવી બાતમી આધારિત રિક્ષાને અટકાવી તલાસી લેતા રીક્ષા પાછળ સીટ નીચે બનાવેલ ગુપ્તખાનામાં અને ડ્રાઇવર સીટ નીચે સંતાડી રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ-265 કીં.રૂ.60045/- નો જથ્થો જપ્ત કરી રીક્ષા ચાલક બુટલેગર આશિષ હુરમાજી ડામોર (રહે,ઉખેડી,ખેરવાડા-રાજ)ને ઝડપી પાડી વિદેશી દારૂ, રીક્ષા અને મોબાઈલ મળી રૂ.1.62 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી રીક્ષા ચાલકે રિક્ષામાં વિદેશી દારૂ રાજસ્થાનના ભોમટાવાળા ઠેકા પરથી લાલા નામના બુટલેગરે ભરી આપ્યો હોવાનું અને હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં બુટલેગરને આપવાનો હોવાનું પોલીસ સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ હતી.