Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લીમાં વાલ્મિકી ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વાલ્મિકી આશ્રમના ઓપનિંગનો કાર્યક્રમ યોજાયો.

Share

આજરોજ ગુજરાત વાલ્મિકી સંગઠન તેમજ ગુડવીર ટ્રસ્ટ માલપુર અરવલ્લીમાં ગુજરાત વાલ્મિકી સંગઠનની સંત સમિતિ વડોદરા અને ગુજરાત વાલ્મિકી સંગઠનના સંયુક્ત ઉપક્રમે શ્રી વાલ્મિકી ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ વાલ્મિકી આશ્રમના ઓપનિંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત વાલ્મિકી સંગઠનના પ્રદેશ પ્રમુખ એવા લાલજી ભગત સાહેબ અને ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ દિપક સોલંકી તેમજ ગુજરાત પ્રદેશ સંત સમિતિના પ્રમુખ દયાલદાસ સાહેબ તેમજ વડોદરાના કબીર બીજક અધિયન અભિયાનની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમના મુખ્ય ઉપસ્થિત મહેમાન એવા સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ ભીખુસિંહ પરમાર અન્ન નાગરિક પુરવઠા મંત્રી તેમજ ઇન્ટરનેશનલ ગાયક કલાકાર ગોપાલભાઈ સાધુ તેમજ પૂનમબેન ગોંડલિયા અને અન્ય કલાકારો ઉપસ્થિતિમાં આ કાર્યક્રમમાં ભજન સત્સંગ સાથે સંતવાણી તેમજ જમણવાર સાથે તમામ સેવાભાવી ભક્તોએ આ કાર્યક્રમમાં પ્રસાદીનો લાભ લીધો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : શુકલતીર્થ ખાતે મકાનોમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

જંબુસર તાલુકા હેલ્થ કચેરી ખાતે હોમ બેઝ યંગ ચાઇલ્ડ કેર તાલીમનો કરાયો પ્રારંભ.

ProudOfGujarat

ભરૂચ ઝઘડિયા ના વાઘપરા ગામ નજીક હાઇવા ટ્રકે મોટરસાયકલ સવાર ને અડફેટે એક નું મોત તેમજ અન્ય એક ને ઈજાઓ પહોંચી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!