Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી : મોડાસાની પારસ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ 1.50 લાખની ચોરીને અંજામ આપ્યો, ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક

Share

મોડાસા શહેરમાં બંધ મકાન સલામત રહેતું ન હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે મેઘરજ રોડ પર આવેલી સોપાન રેસીડેન્સી અને પારસ સોસાયટીમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી ત્રણ બંધ મકાનને નિશાન બનાવી લાખ્ખો રૂપિયાની ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે મોડાસા ટાઉન પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન બનાવેની તેવી લોકમાંગ પ્રબળ બની છે મોડાસાની સોપાન રેસીડેન્સી સોસાયટીના માર્ગ પર બિન્દાસ્ત ચડ્ડી બનિયાનધારી ગેંગ ફરતી હોવાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા ટાઉન પોલીસે અજાણ્યા ચોર ઈસમો સામે ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

શિયાળાના બિલ્લીપગે આગમન સાથે તસ્કર ટોળકી સક્રિય થતા લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલી પારસ સોસાયટીમાં રહેતા વસંતભાઈ ધીરુભાઈ પરમારના પત્ની ગાંધીનગરમાં ફરજ બજાવતા હોવાથી ઘર બંધ કરીને ગાંધીનગર ગયા હતા તસ્કર ટોળકી બંધ મકાનમાં ત્રાટકી દરવાજાનો નકુચો તોડી ઘરમાં તિજોરીમાં રહેલ રૂ.1.50 લાખના સોના-ચાંદીના દાગીના ચોરી કરી ઘરમાં રહેલ માલસામાન રફેદફે કરી ફરાર થઇ જતા બાજુમાં રહેતા તેમના કૌટુંબિક ભાઈએ દરવાજાનો નકુચો તૂટેલો જોતા બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી હતી મોડાસા ટાઉન પોલીસને જાણ કરતા તાબડતોડ દોડી આવી પ્રાથમિક તપાસ હાથધરી હતી.

Advertisement

Share

Related posts

હિમાની કેમીકલ ઈન્ડસ્ટ્રીઝમાં લાગેલ આગના બનાવ અંગે કોણ જવાબદાર જાણો વધુ…

ProudOfGujarat

જામનગર આમ આદમી પાર્ટી દ્વારા રામ સવારીમાં ભક્તોને છાશનું વિતરણ કરાયું

ProudOfGujarat

ભરૂચ : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંર્તગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!