Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી : મોડાસાના માધવ પ્રાયોર LLP માં પરવાનો ન હોવા છતાં ફટાકડાનું વેચાણ પકડાતા ગોડાઉન સીલ કરાયું

Share

અરવલ્લી જિલ્લાની સૌથી મોટી કરૂણ ઘટના ફટાકડાના ગોડાઉમાં આગની હતી, જેમાં શ્રમિકોના આગમાં ભડથુ થવાથી મોત થયા હતા. સમગ્ર ઘટનાને લઇને વહીવટી તંત્ર સાબદૂ બન્યું છે, કોઈપણ સંજોગોમાં પરવાના વિના અથવા તો પરવાના રદ્દ થયા હોય તેવા સંજોગોમાં ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવી છે. મોડાસાના ગાજણ નજીક આવેલા માધવ પ્રાયોર એલ.એલ.પી ના ભાગીદારે પોતાની માલિકીની જમીનમાં દારૂખાનાના વેચાણ કરવાનો પરવાનો મેળવવા અરજી કરી હતી, જે અનુસંધાને મામલતદારની ટીમે પરવાના માટે સ્થળ તપાસ કરી તો સમગ્ર ભાંડો ફૂટી ગયો, અને ગોડાઉનમાં ફટાકડાનો જથ્થો હતો, જ્યાં વેચાણ પણ ચાલતું હતું. સ્થળ તપાસ માટે પહોંચેલી ટીમ પણ ચોંકી ઉઠી કે, પરવાનો રદ્દ કરવા છતાં પણ બિનઅધિકૃત રીતે વેચાણ કેમ ચલાવી લેવા, અને તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

અત્રે ઉલ્લેખનિય છે કે, થોડા મહિના અગાઉ મોડાસાના લાલપુર નજીક ફટાકડાના ગોડાઉમાં ભિષણ આગ લાગી હતી, જેમાં શ્રમિકોના મોત થયા હતા, તો આસાપસાન લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો, આ સમગ્ર ઘટના બાદ તંત્ર સાબદૂ બન્યું હતું, અને જિલ્લાના તમામ ફટાકડા ગોડાઉન અને દુકાનોમાં તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો, એટલું જ નહીં કેટલીય જગ્યાઓ પર પરવાના રદ્દ કરવામાં આવ્યા હતા, જેમાં ગાજણ ગોડાઉનનો પણ સમાવેશ થયો હતો. ગાજણ ખાતે આવેલા ગોડાઉનનો પરવાનો રદ્દ થયા પછી, પરવાનો મેળવવા અરજી કરી હતી. આ સમય દરમિયાન તપાસ માટે પહોંચેલી ટીમને ખ્યાલ આવ્યો કે, અહીં પરવાનાની માંગણીવાળા સ્થળે વિના મંજૂરીએ અનધિકૃત રીતે દારૂખાનાનો જથ્થો સંગ્રહ કરેલ હોવાનું ધ્યાને આવ્યું હતું. એક્સ્પોલઝીવ રૂલ્સ 2008 મુજબ દારૂખાનાના સંગ્ર તથા વેચાણ કરવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળલાવી થાય છે, જેનો ભંગ કરેલ હોઈ માંગણીવાળી જગ્યા સીલ કરી તમામ અનધિકૃત જથ્થો સ્થગિત કાયદેસરની કાર્યવાહી કરી છ.

Advertisement

અરવલ્લી જિલ્લામાં દિવાળી આવતા જ પરવાના માટે મોટી સંખ્યામાં અરજીઓ થઈ છે, તો હજી કેટલીય જગ્યાએ જથ્થો કેટલો છે, પરવાનો છે કે, નહીં તે તપાસ કરવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આગકાંડ જેવી ઘટના ન ઘટે.


Share

Related posts

આમોદમાં સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવની ભાવભીની આંખે વિદાઇ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાની નિકોરા તાલુકા પંચાયતની બેઠક પર ભાજપની જીત.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિનની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!