Proud of Gujarat
FeaturedGujaratINDIA

યાત્રાધામ શામળાજી બન્યું કૃષ્ણમય, ઠેર ઠેર કાન્હાના ભજનનો ગૂંજ, મટકીફોટ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા

Share

અરવલ્લી જીલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર રાજ્યમાં ભાવ અને શ્રદ્ધાપૂર્વક કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા માટે ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવવા ભક્તો સહિત ગામના યુવાનોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ શામળાજી ખાતે શ્રી કૃષ્ણ જન્મને વધાવવા મંદિર ટ્રસ્ટ દ્વારા તેમજ ગામના યુવાનો દ્વારા મંદિરને લાઈટોની રોશની, આસોપાલવ, કેળ, વાંસના તોરણો બાંધી શણગારવામાં આવ્યું છે.

બીજી તરફ જગતના નાથનો જન્મદિવસ ઉજવવા ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામને આસોપાલવ તેમજ મટકી બાંધી શણગારવામાં આવ્યું છે. ગામના યુવાનો દ્વારા સમગ્ર ગામમાં 100 થી વધુ મટકી ફોડના કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. શામળાજી ખાતે જન્માષ્ટમીના પર્વને લઇને પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Advertisement

બરોબર રાત્રે 12 કલાકે ભગવાન કાન્હાના જન્મોત્સવની ઉજવણી થશે ત્યારે ભગવાન કાન્હાના જન્મોત્સવને લઇને ભક્તોમાં થનગનાટ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. રાત્રે પણ વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે.


Share

Related posts

ભરૂચ જિલ્લામાં પહેલા દિવસે કુલ 4855 લોકોએ પ્રિકોશન ડોઝ લીધો.

ProudOfGujarat

પાલેજ નજીક અજાણ્યા વાહનની અડફેટે અજાણ્યા ઇસમનું મોત…

ProudOfGujarat

ગુજરાત પ્રેસ અકાદમી અને પ્રાદેશિક માહિતી કચેરી સંયુક્ત ઉપક્રમે ‘સુરત જિલ્લાનું આઝાદીની લડતમાં યોગદાન’ વિષયક પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!