અરવલ્લી જિલ્લાના ધંબોલીયા ગામે ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમનો, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતીમાં શુભારંભ કરાયો.
આઝાદીના અમૃત મહોત્સવ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને પગલે ‘મેરી માટી, મેરા દેશ’ અભિયાનનો દેશવ્યાપી શુભારંભ થયો છે. જે અંતર્ગત અરવલ્લીના ધંબોલીયા ગામના અમૃત સરોવર પર નિર્મિત અમૃતવાટિકા ખાતે શહીદોની સ્મૃતિમાં નિર્મિત શિલાફલકમનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મંત્રી સહીત,જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારીઅને મહાનુભાવો, ઉપસ્થિત યુવાનો અને ગ્રામજનો દ્વારા શિલાફલકમ સાથે સેલ્ફી લીધી હતી.આ સમારંભમાં ઉપસ્થિત સૌએ હાથમાં માટી રાખીને પંચ પ્રણની પ્રતિજ્ઞા લીધી હતી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Advertisement