ગુજરાત રાજ્યમાં ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન શિક્ષણ વિભાગની તમામ માંગોના ઉકેલ લાવવા માટે બાંહેધરી આપવામાં આવી હતી સાથે જ શિક્ષણક્ષેત્ર શરૂ થાય તે પહેલા તમામ ઠરાવ કરીને માંગ પૂર્ણ કરવા ખાતરી આપવામાં આવી હોવા છતાં નવા સત્રને દોઢ માસ પૂર્ણ થવા છતાં ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી જગ્યા ઉપર ભરતી ન થતા શિક્ષકોને કામનું ધારણ વધતા તેની સીધી અસર બાળકોના શિક્ષણ પર પડતા અરવલ્લી શૈક્ષણિક મહાસંઘ દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી કલેકટરના માધ્યમથી સરકારને પોતાની માંગ સંતોષવા અપીલ કરી હતી.
અરવલ્લી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તેમની વર્ષો જૂની પડતર માંગણીઓ જેવી કે જિલ્લાની ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી કરવા આવે, વર્ષોથી બાકી રહેલી નિયમીત શિક્ષકોની ભરતી કરવા માગણી કરી હતી સરકાર દ્વારા ત્રણ વાર આદેશ છતાં અમલીકરણ નથી થયું. ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષક, કારકુન, સેવક, ગ્રંથપાલ, લેબ ટીચરની અનેક જગ્યાઓ ખાલી હોવાથી અને અપુરતા સ્ટાફને પગલે શિક્ષણકાર્ય પર માઠી અસર પડી રહી છે તેમજ વર્ષ ૨૦૦૫ પહેલાના નિમણૂક શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવા પણ પરિપત્ર કરવા રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી.