Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં UCC નાં વિરોધ સાથે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

Share

સમાન સિવિલ કોડના વિરોધમાં ભિલોડા મામલતદાર કચેરીએ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજના ભાઈઓ -બહેનો તેમજ રાષ્ટ્રીય આદિવાસી એકતા પરિષદ અને આદિવાસી સમાજના તમામ સંગઠનો દ્વારા યુનિફોર્મ સિવિલકોડ (UCC) સમાન નાગરીક સંહિતાનો કાયદો અગર બનશે તો ભારતમાં સમાન નાગરીક સંહિતાનો સમાજને ભારતીય બંધારણ પ્રમાણે રૂઢિગત, પરંપરાગત, રીતરિવાજોનું અધિકારોનું નુકસાન થાય તેવું લાગી રહયું છે. તો સમાન સિવિલ કોડ કાયદો લાગું ન થાય તેવી સરકારને માંગણી કરવામાં આવી.

ખોટી રીતે આદિવાસી પ્રમાણપત્રનો લાભ લેતા હોય તેવા લોકોને બહાર કાઢવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. આદિવાસી સમાજને ડર છે કે, જો સમાન સિવિલ કોડ એટલે કે, યુસીસી આવે તો તેમના રીત-રિવાજો, રૂઢીઓ, પરંપરાઓ વગેરે દૂર થઈ શકે છે, તેમને મળતા લાભ અને હક પણ નાબૂદ થઈ શકે એમ છે, જેને લઇને આદિવાસી સમાજ દ્વારા યુસીસીનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ પહેલા મોડાસા ખાતે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે ફરીથી મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર: નોટીફાઈડ એરિયા ઓથોરીટી દ્વારા રેઇન વોટર હર્વેસ્ટીંગ સેમીનાર યોજાયો હતો.

ProudOfGujarat

સાબરકાંઠાનાં ઇડરમાં 177 ટ્રેક્ટર પર 8.20 કરોડની લોન લેવાના કૌભાંડના પાંચમાંથી ત્રણ આરોપી ઝડપાયા.

ProudOfGujarat

અમદાવાદ : ખમાસા પાસે AMTS બસના ડ્રાઇવરે BRTS ટ્રેકમાં રોંગ સાઇડમાં બસ ચલાવી, સેન્સર ગેટ સાથે અથડાવી ગેટ તોડી નાંખ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!