Proud of Gujarat
FeaturedGujaratINDIA

મેઘરજ લાલોડીયાના જંગલમાં નીલ ગાયનો શિકાર કરતા મોડાસાના ત્રણ ડફેરને દેશી બંદૂક સાથે ઝડપ્યા

Share

અરવલ્લી જીલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના શિકાર કરતી અનેક ટોળકીઓ સક્રિય છે મેઘરજના જંગલ વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવામાં આવતો હોવાની વનતંત્રને જાણ થતા જંગલમાં વોચ ગોઠવવાની સાથે પેટ્રોલિંગ હાથધરતા લાલોડિયાના જંગલમાં નીલગાયનો શિકાર કરતા ત્રણ ડફેર પલ્સર બાઈક અને દેશી બંદૂક સ્થળ પર મૂકી ફરાર થઇ જતા મેઘરજ વન વિભાગ તંત્રએ તપાસ આરંભી મોડાસાના ત્રણ ડફેરને દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મેઘરજ વનવિભાગના વનપાલ એન.એ.પરમાર અને તેમની ટીમને જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના શિકાર કરી હેરાફેરી કરતી હોવાની બાતમી મળતા લાલોડીયાના જંગલમાં પેટ્રોલિંગ હાથધરતા નીલગાયનો શિકાર કરતા ત્રણે શિકારીઓ જંગલમાં પલ્સર બાઈક અને દેશી બંદૂક મૂકી ફરાર થઇ જતા મેઘરજ વનવિભાગ તંત્રએ તપાસનો ધમધમાટ શરુ કરી શિકાર ટોળકના 1) ફારુકમિયા કાસમભાઈ શેખ,2) સદ્દામ એહમદભાઈ વણજારા (બંને,રહે.મોડાસા) અને 3) કઉં ટાંડાના ડફેર સિદ્દીક મહમદભાઈ ઝડપી લીધા હતા. ત્રણે આરોપીને 75 હજારનો દંડ ફટકારી 1 લાખ રૂપિયાના જામીન પર આપવામાં આવ્યા હતા. વનવિભાગે ત્રણે શિકારીઓ સામે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની જોગવાઈ અતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : કોરોનાની વિકટ પરિસ્થિતિમાં જિલ્લા આયુર્વેદિક શાખા અને અંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળનાં સંયુકત ઉપક્રમે આર્યુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

આ છે 9 જૂનની પાંચ ભાગ્યશાળી રાશિઓ, શું તમારી રાશિ આ લકી યાદીમાં છે?

ProudOfGujarat

મુખ્યમંત્રી વિજય રૂપાણી ૧લી મેએ આવશે અંક્લેશ્વરની મુલાકાતે…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!