Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લીનાં મોડાસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગ લગતા 4 ના મોત, ફાયરવિભાગે મેજર કોલ જાહેર કર્યો

Share

અરવલ્લી જિલ્લાના લાલવપુરકંપા પાસે ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક આગ લાગવાની ઘટના બની છે. આગને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ચારેબાજુ આગના ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા છે. આ ઘટનામાં ચાર મજૂરોનું દાઝી જવાથી મોત નિપજ્યું છે. તેમજ પાંચ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. ફાયર વિભાગે આ ઘટનાને મેજર કોલ જાહેર કર્યો છે. આગને કારણે હિંમતનગર મોડાસા રોડ બંધ કરવામાં આવ્યો હતો. આગ લાગતા લલિત, અજય, રામભાઈ, સાજન નામના શ્રમિકના મોત નીપજ્યાં છે.

આગની ઘટનાથી માલસામાનને ભારે નુકસાન પહોંચ્યું છે. પ્રાથમિક તપાસમાં વેલ્ડિંગને કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાને કારણે ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળ્યા હતાં.આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકોનું ટોળુ ભેગુ થઈ ગયું હતું. પોલીસને આગની ઘટનાની માહિતી મળતાં જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે અવ્યવસ્થા સર્જાતા લોકોના ટોળાને દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગર અને હિંમતનગરથી ફાયરવિભાગની ગાડીઓ બોલાવાઈ હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલમા દારુની હેરાફેરીનો અનોખો કીમીયો,માર્શલગાડીમાં ખાનુ બનાવી છુપાવેલો વિદેશી દારુનો જથ્થો પકડી પાડતી શહેરા પોલીસ

ProudOfGujarat

અંકલેશ્વરની પ્રાથમિક શાળા પીરામણ ખાતે વયનિવૃત થનાર શિક્ષિકાનો તેમજ ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : 18 વર્ષથી ઉપરનાં યુવાનો વેક્સિનનાં પ્રથમ દિવસે જ સર્વર ડાઉન થતાં અટવાયા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!