Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી : ભિલોડાના મોહનપુર પાસે અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત

Share

ઉત્તરાયણ એટલે ભારે દિવસો એવી માન્યતા વર્ષોથી રહેલી છે. આ ભારે દિવસોમાં વાહન ચાલકો અને તમામ લોકોએ સાવચેતી રાખવી પડતી હોય છે. ત્યારે ઉત્તરાયણનો તહેવાર મનાવવા આવેલા ભિલોડાના પરીવારને અકસ્માત નડ્યો હતો.

ભિલોડાનો પરિવાર ઉત્તરાયણનો તહેવાર મનાવી પરત અમદાવાદ જવા ઇકો કારમાં નીકળ્યો હતો. ત્યારે મોહનપુર ગામ પાસે સામેથી આવતી અન્ય એક કાર સાથે ધડાકાભેર ટકરાઈને પલટી ગઈ હતી. જેથી કારમાં સવાર 6 લોકોને ઇજાઓ થઈ હતી. અકસ્માત થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કારમાંથી તમામને બહાર કાઢી ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા. સામેની કાર ચાલકને પણ સામાન્ય ઇજાઓ થઈ હતી. સમગ્ર ઘટનાને પગલે ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

યુદ્ધના ધોરણે ચાંદીપુરા વાયરસ અટકાવવા અંગે અટકાયતી પગલાં લેવાયા

ProudOfGujarat

રાજકોટ જિલ્લાનું હિલ સ્ટેશન પાટણવાવના ઓસમ ડુંગરે આજથી યોજાશે લોકમેળો, હજારોની સંખ્યામાં ઉમટશે માનવ મહેરામણ

ProudOfGujarat

સુરત- નવરાત્રીમાં જોવા મળશે લાઇટ વેઇટ ચોલી-એસેસરીઝનો ટ્રેન્ડ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!