Proud of Gujarat
FeaturedGujaratINDIA

શામળાજીની રતનપુર બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક વાહન ચેકિંગ, 31 ડિસેમ્બરને લઇને પોલિસ એલર્ટ

Share

નવા વર્ષને લઇને અરવલ્લી અને રાજસ્થાન સીમા પર પોલિસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવાઓ રાજસ્થાન તરફ જતાં હોય છે અને વિદેશી દારૂ ગુજરાતમાં ઘૂસાડતા હોય છે આવા પેંતરાઓને અટકાવવા અરવલ્લી જિલ્લા પોલિસ સતર્ક બની છે. દરવર્ષની જેમ આ વર્ષે પણ ભિલોડા તાલુકાના શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડ પર પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

31 ડિસેમ્બરને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે. ત્યારે ગુજરાત-રાજસ્થાન સરહદે આવેલી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ત્યારે શામળાજી પાસે રતનપુર ચેકપોસ્ટ પર અન્ય રાજ્યોમાંથી આવતા નાના-મોટા તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. બહારના રાજ્યોમાંથી 31 ડિસેમ્બરની ઉજવણી માટે કોઈ સામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થો કે કેફી પીણાં જેવી ચીજવસ્તુ ગુજરાતમાં ના ઘુસે તે માટે કામગીરી હાથ ધરી છે. પોલીસ દ્વારા ‘રાઉન્ડ ધ કલોક’ પેટ્રોલિંગ સહિત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ સરહદી વિસ્તારોમાં સતર્ક છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડી ખાતે ધોળા દિવસે લાખ્ખોની ચોરી ૨૪ કલાક બાદ નોંધાણી એફ. આઇ. આર

ProudOfGujarat

માંગરોળ : શ્રી એન.ડી દેસાઈ સાર્વજનિક હાઈસ્કૂલ, વાંકલનું ગૌરવ.

ProudOfGujarat

પાલેજ ગ્રામ પંચાયત અટવાયેલા શ્રમિકોની વ્હારે આવી બીજા રાઉન્ડમાં ૨૫૨ નું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!