Proud of Gujarat
INDIAFeaturedGujarat

OLX પર વેચાણ કરવા મુકેલ હેરિયર કાર યુવક કઈ રીતે ચોરી કરી ગયો વાંચો : ધનસુરા પોલીસે કાર શોખીન ચોરને ગણતરીના કલાકોમાં દબોચ્યો

Share

ધનસુરાની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા વેપારીએ તેમની હેરિયર એક્સયુવી કાર ઓએલએક્સ પર વેચવાની જાહેરાત મુકતા ગાંધીનગરના યુવકને લકઝુરિયસ કાર શોખનો કીડો મગજમાં સળવળતા કાર ચોરી કરવા માટે બાઈક પર યુવક હેરિયરની ડુપ્લીકેટ ચાવી સાથે ધનસુરા પહોંચી કારનો ટેસ્ટ ડ્રાઇવ લઇ કાર મૂકી દીધી હતી, યુવકે માલિકને હેરિયરની ડુપ્લીકેટ ચાવી આપી ઓરીજનલ ચાવી લઇ લીધી હતી કાર ચોર યુવક રાત્રીના સુમારે વેપારીના ઘર આગળ પાર્ક કરેલી હેરિયર લઇ ઉઠાવી જતા સવારે કાર ચોરી થયાની જાણ થતા તાબડતોડ ધનસુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં ગુન્હાનો ભેદ ઉકેલી નાખી હેરિયર કાર સાથે યુવકને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

ધનસુરાની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા કારખાનેદાર દયાનંદ ઉર્ફે પપ્પુભાઈ ઘાસીરામે તેમની લકઝુરિયસ એસયુવી ટાટા હેરિયર ઓએલએક્સ પર વેચાણ કરવા મુકતા ગાંધીનગર કિશાનનગર સોસાયટી સેક્ટર નં-6 માં રહેતો હિમાંશુ કનુભાઈ પાવરા (રહે,સીપુર-પાટણ) ના યુવકને લકઝુરિયસ કારનો શોખ હોવાથી શોખ પૂરો કરવા યુક્તિ કરી હેરિયર કારની ચોરી કરવા ડુપ્લીકેટ ચાવી બનાવી બાઈક લઇ ધનસુરા પહોંચી ટેસ્ટ ડ્રાઇવ લઇ કારની ઓરીજીનલ ચાવી તેની પાસે રાખી વેપારીને ડુપ્લીકેટ ચાવી થમાવી દીધી હતી વેપારી રાબેતા મુજબ કાર ઘર નજીક પાર્ક કરી સુઈ જતા હિમાંશુ પાવરા રાત્રે વેપારીના ઘર આગળ પાર્ક કરેલી કાર લઇ રફુચક્કર થતા ભારે ચકચાર મચી હતી.

Advertisement

ધનસુરા પીઆઇ અલ્કેશ ચૌધરી અને તેમની ટીમે લકઝુરિયસ કાર ચોરી થતા તપાસનો ધમધમાટ શરૂ કરી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે હિમાંશુ પાવરાને ગાંધીનગરથી દબોચી લઇ આગવી ઢબે પૂછપરછ કરી યુવકને ચોરી કરેલ 18 લાખની હેરિયર કાર અને ચોરીના ગુન્હામાં વાપરેલ 25 હજારના સ્પ્લેન્ડર સાથે દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.


Share

Related posts

ભરૂચની નારાયણ વિદ્યાલયના ડાયરેકટર ડૉ. ભગુભાઈ પ્રજાપતિને ઇન્ડોનેશિયાના બાલી ખાતે એજ્યુકેશન એક્સેલન્સ એવોર્ડ એનાયત કરાયો.

ProudOfGujarat

ભરૂચ : કસક ગરનાળું બંધ રહેતા ભૃગુઋષિ બ્રિજ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ.

ProudOfGujarat

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ પરથી મહિલાએ લગાવી મોતની છલાંગ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!