નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જે બ્રિજનું 10 દિવસ પહેલા લોકાર્પણ કર્યું હતું તે અંકલેશ્વર ગડ્ખોલ ખાતે સુરવાડી ફાટક ઓવર બ્રિજ પર થી 3 વર્ષીય બાળક નીચે પતકાતા મોત નીપજયુ હતું. મોટર બાઈક પર પિતા એ કાબૂ ગુમાવતા ડિવાઇડર જોડે બાઈક ભટકાઇ હતી.
બાળક હાથ માથી ઉછળીને 25 ફૂટ નીચે પડ્યું હતું. ગંભીર ઈજા ના પગલે બાળક નું મોત થવા પામ્યું હતું. શહેર પોલીસ ધટના સ્થળે દોડી આવીં હતી.પ્રાપ્ત ધટના સ્થળ ની વિગતો અનુસાર અંકલેશ્વર નવ નિર્મિત ગડ્ખોલ ફાટક બ્રિજ પર રાત્રિ ના સાડા આઠ થી નવ વાગ્યા ના અડ્સમા અંકલેશ્વર શહેર થી ભરૂચ તરફ જવા ના ભાગ ઉપર એક દંપતી પોતાના 3 વર્ષીય બાળક ને લઈ મોટર બાઈક પર નીકળ્યા હતા જ્યાં બ્રિજ ના સુરવાડી ગામ તરફ ના ભાગ પાસે અચાનક બાઈક પર પિતા એ કાબૂ કોઈ કારણ સર ગુમાવ્યો હતો અને બાઈક ડિવાઇડર સાથે ભટકાઇ હતી જ્યાં બાળક હાથ માથી ઉછળી ને બ્રિજ નીચે 25 થી 30 ફૂટ ઉપર થી નીચે પટ્કાયુ હતું બાળક નીચે પડતાજ ગંભીર ઈજા પહોચી હતી પરિવાર દોડી નીચે બાળક પાસે પહોચી ને રિક્ષા માં અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે પહોંચ્યું હતું જો કે હોસ્પિટલ પહોચે તે પૂર્વે બાળક નું મોત નીપજયુ હતું ધટના ની જાણ શહેર પોલીસ મથકે થતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો.
જૉ કે પરિવાર ધટના સ્થળ કે હોસ્પિટલમાં પણ ના મળતા પોલીસે બાઈક ના નંબર આધારે પરિવારનો સંપર્ક કરવાની તજવીજ આરંભી છે ત્યારે હજી સુધી કોઈજ ફરિયાદ નોંધાઈ નથી.બ્રિજ બન્યા બાદ લોકો બ્રિજ ને પિકનિક પોઇન્ટ બનાવી ચાલવા અને બાઈક રાઇડ પર આવી રહ્યાં છે જેને લઈ બ્રિજ પર ફૂટપાથ ના હોવા થી લોકો રોડ પર ચાલી રહ્યાં છે અને લાઇટ ના હોવાથી અકસ્માત ની સંભાવના વધી હોવા છતાં લોકો ફરવાની સાથે બાઈક કાર પાર્ક કરી બેસી રહ્યાં છે.જેથી રાત્રીના સમય દરમિયાન ગંભીર અકસ્માતની સ્થિતિ સર્જાઈ રહીં છે.સુરવાડી રેલવે ઓવરબ્રિજના લોકાર્પણના ૧૦ માં દિવસે અકસ્માતની ઘટના બની હતી.મોટરસાયકલ ચાલક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.બાઈક પર સવાર નાનો બાળક બ્રિજ પરથી પટકાતા ગંભીર ઈજાને પગલે તેનું મોત નીપજ્યું હતું.બ્રિજ ઉપરથી બાળક અંદાજિત ૨૦ ફુટ ઉપરથી બાળક નીચે પટકાતા કરુણ મોત થયું હતું બ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટની તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે.સાથે બ્રિજ ના લેંડીગ ની સાઇડ ઉપર ડિવાઇડર ની પણ તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે.
રિધ્ધી પંચાલ, ભરૂચ.