અંકલેશ્વર જીઆઇડીસીના કેન્ડલ પ્લાઝા એપાર્ટમેન્ટ નજીક આવેલ વીજ ટ્રાન્સફોર્મર ધડાકાભેર ફાંટતા ત્રણ જેટલા મકાનોને સહીત વીજ ઉપકરણો ફૂંકાઈ જતા નુકસાન થવા પામ્યું છે
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ૫૦૦ ક્વાટર્સ સ્થિત કેન્ડલ પ્લાઝા એપાર્ટમેન્ટની સામે વીજ કંપનીનું વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે આ વીજ ટ્રાન્સફોર્મર ગતરોજ રાતે એકાએક ધડાકાભેર ફાંટતા સ્થાનિકો ભયભીત બન્યા હતા ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ત્રણ જેટલા મકાનોને નુકસાન થાવ પામ્યું હતું ઘટનાને પગલે લોકોમાં દોડધામ સાથે ભય ફેલાયો હતો વીજ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટને પગલે ઈલેક્ટ્રીકલ ઉપકરણો ફુંકાઈ ગયા હતા અને આખી રાત બેથી ત્રણ એપાર્ટમેન્ટ અંધારપટને કારણે સ્થાનીકોએ ઉજાગરા કરવાનો વારો આવ્યો હતો આ ટ્રાન્સફોર્મરને પગલે અગાઉ ડી.જી.વી.સી.એલ ઓફિસ ખાતે રજૂઆત કરવા છતાં અધિકારીઓ ઉદાસીન વલણ અપનાવી રહ્યા હોવાના સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે આ વીજ ટ્રાન્સફોર્મર પાસે એક શ્વાનને વીજ કરંટ લાગતા તેનું મોત નીપજ્યું હતું ત્યારે વીજ કંપની મોટી દુર્ઘનાની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે