અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં મહિલા ના ગળા માંથી સોનાની ચેન ની ચીલઝડપ કરી બે અજાણ્યા મોટરસાયકલ સવાર ઇશ્મો ફરાર થઇ જતા ખળભળાટ મચ્યો હતો..
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર મા રહેતા અને મૂળ કેરેલા ના વતની સાકુંતલા બેન નાયર તેઓ ના સ્ટોર તરફ જઇ રહ્યા હતા તે સમય ગાળા દરમિયાન બે અજાણ્યા મોટરસાયકલ સવાર ઇશ્મો એ તેઓ પાસે આવી આગળ ચેકિંગ ચાલી રહી છે તેમ જણાવી તેઓના ગળાના ભાગે રહેલ ૧૦ ગ્રામ ની સોના ની ચેન ની ચીલઝડપ કરી સ્થળ ઉપર થી પલાયન થઇ જતા ભારે ખળભળાટ મચ્યો હતો………
ઘટના ના પગલે હેબતાઇ ગયેલ સાકુંતલ બેન તાત્કાલિક ઘટના અંગે ની જાણ કરવા માટે અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસ મથક ખાતે પહોંચી ગયા હતા અને સમગ્ર મામલા અંગે ની ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથધરી હતી…………
Advertisement