Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર- નગરપાલિકાના પ્રમુખ ના પોતાના ઓરડામાં જ રોડ રસ્તા ની હાલત ખરાબ, સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે રસ્તો બનાવવાની માંગ..

Share

દિનેશભાઈ અડવાણી

સમગ્ર ભરૂચ જિલ્લામાં મેઘરાજાએ જોરદાર એન્ટ્રી કરી છે ત્યારે વરસાદની સાથે-સાથે નેતાઓની પણ પોલ ખોલવા પામી છે ત્યારે અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ધોવાયેલા રસ્તાઓના લઈને નાગરિકો સોશિયલ મીડિયા પર પોતાની મુસીબતો બતાવી રહ્યા છે. અને અંકલેશ્વર નગરપાલિકા ને કામ કરવાની માંગ કરી રહ્યા છે. હવે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ ના જ વોર્ડ ના રોડ રસ્તાની હાલત ગંભીર થતાં વોર્ડ નંબર 13 ના સ્થાનિકો સોશિયલ મીડિયા પર અંકલેશ્વર નગરપાલિકાને વહેલા તકે રોડ બનાવવાની માગણી કરી રહ્યા છે. અંકલેશ્વર નગરપાલિકા ચોમાસામાં કામ કરવામાં નિષ્ક્રિય ગઈ હોય તેવું લાગી રહ્યું છે, હાલ તો સમગ્ર અંકલેશ્વરમાં વિવિધ મુખ્યમાર્ગો ધોવાઈ ગયા છે, જેના કારણે સ્પષ્ટપણે કોન્ટ્રાક્ટર અને નેતાઓ વચ્ચે મીલીભગત ચાલતી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આ ચોમાસા દરમિયાન અંકલેશ્વર નગરપાલિકા શું કામગીરી કરશે તે જોવાનું રહ્યું

Advertisement

Share

Related posts

મતદાન બાદ વિવાદિત નેતા મધુ શ્રીવાસ્તવે કર્યો ચોંકાવનારો ખુલાસો, જણાવ્યું એમની ટિકિટ કપાવાનું કારણ.

ProudOfGujarat

दिलजीत दोसांझ ने सूरमा के क्रू सदस्यों के साथ लिया इफ्तारी का आनंद!

ProudOfGujarat

નહેરુ યુવા કેન્દ્ર ગોધરા અંતર્ગત દેવરાજ ઈન્સ્ટીટયુટ ઑફ સોશિયલ વર્ક બેઢિયા ખાતે સેમિનાર યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!