Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતુરીયા ગામે ફોઈનાં દીકરાને મારવા ગયેલા ભત્રીજાએ ફોઈની હત્યા કરી નાંખતા પોલીસે તેને ઝડપી લીધો.

Share

અંકલેશ્વર તાલુકાનાં નવા ધંતુરીયા ગામ ખાતે ભત્રીજાએ ફોઈનું કાશળ કાઢી નાંખવાની ધટનાએ ચકચાર મચાવી હતી. જેમાં વિગતમાં નવા ધંતુરીયા ગામે રહેતા 41 વર્ષીય અમીબેન દિલીપભાઇ વસાવાની હત્યા થઈ હતી. જેમાં ભત્રીજો પ્રવીણ ફરાર હતો. આ બાબતે ગ્રામજનોએ પોલીસને ફોન કરતાં તેમની પુત્રી રીટા વસાવા દોડી આવી હતી. જોકે તેમણે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પી.આઇ એ તપાસ શરૂ કરતા ભત્રીજો પ્રવીણ ગોમલ વસાવાને ઝડપી લેવામાં આવ્યો હતો અને હત્યા કેમ કરી તેની પૂછપરછમાં તેને પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે તેની ફોઇ અમીબેનનાં દિકરા તેની પત્ની સાથે આડા સંબંધ રાખે છે અને તેને કારણે તે ગુસ્સામાં ફોઈનાં દિકરાને મારવા માટે આવ્યો હતો. જોકે ફોઇ સાથેનાં ઝધડામાં તેણીને મારી નાંખી હોવાનું કહેતા પોલીસે હત્યા અને ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન “હર ઘર તિરંગા” નો કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં ટ્રાન્સપોટેશનની સુવિધા શરૂ ન થતા બાળકો પગપાળા ચાલી શાળાએ જવા મજબૂર.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની વિશેષ ઝુંબેશમાં માત્ર એક જ દિવસમાં કુલ- ૨૬૭૩ જેટલી પ્રાપ્ત થયેલી અરજીઓ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!