Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : એસ.વી.ઈ.એમ.(ગુ. મા.) સ્કૂલનો ઊર્જાપૂર્ણ રમતોત્સવ યોજાયો.

Share

અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ.વી.ઈ.એમ.(ગુ. મા.) શાળામાં તા. 10/01/2020 ના રોજ ધોરણ 5 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ઊર્જાપૂર્ણ રમતોત્સવનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાનશ્રી વંદનાબા રાજેન્દ્રસિંહ ચુડાસમા – નેશનલ શૂટીંગ ચેમ્પિયન ગોલ્ડ મેડલીસ્ટ, અતિથિ વિશેષશ્રી હરેનદ્રસિંહ સિંન્ધા – ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ આચાર્ય તરીકે સન્માનીત, કુમારી ખુશીબેન ચુડાસમા-રાઇફલ શૂટર, મહેમાનશ્રી ભરતભાઈ ચુડાસમા – Zee 24 કલાક ગુજરાતી ચેનલના પત્રકાર ઉપસ્થિત રહ્યાં હતાં. અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી કિશોરભાઈ સુરતી સાહેબ, મંત્રીશ્રી મહેન્દ્રભાઈ પંચાલ સાહેબ તથા આચાર્યશ્રીએ શાલ ઓઢાડી મહેમાનશ્રીઓનુ સ્વાગત કર્યું. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ યોગ દ્ગારા આસન, રીલેદોડ, ચેસ, 200 મીટર દોડ, 100 મીટર દોડ, ખોખો, વોલીબોલ, ગોલાફેંક,રસ્સાખેંચ, લબાચા દોડ, સ્લો સાયકલ, કેરમના વિજેતા વિધાર્થીઓને પ્રમાણપત્ર અને મેડલ એનાયત કરવામાં આવ્યાં.

સમગ્ર કાર્યક્રમના સુકાની આચાયૅશ્રી મિલેન્દ્રસિંહ કેસરોલા, શ્રીમતી મીતાબેન રીંડાણી પી. ઈ. શિક્ષક શ્રીમતી પ્રતિક્ષાબેન અને શ્રી ભાવિકભાઈ તથા શિક્ષક ભાઈ બહેનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો ધોરણ 5 થી 12 ના 478 વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમા ભાગ લીધો હતો મુખ્ય મહેમાન શ્રીમતી વંદનાબા તથા કુમારી ખુશીએ વિધાર્થીઓને રમત માટે પ્રોત્સાહિત કર્યા.

Advertisement

Share

Related posts

ભરૂચના સ્પાઓમાં મહિલા સ્પા વર્કરો ઉપર પોલીસ કર્મીઓ પોતાની કામગીરીનો પ્રભાવ ઉભો કરવા પાછળનું રહસ્ય શું ? ચાલતી લોકચર્ચા

ProudOfGujarat

ભરૂચ : ગૌરક્ષા દળ દ્વારા ક્રુરતાપૂર્વક વહન કરાતા 16 જેટલા પશુઓને બચાવી લેવાયા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના નવા ૩૯ કેસો નોંધાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!