Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના ધંતૂરીયા ગામે એક મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી.

Share

અંકલેશ્વર તાલુકાના ધંતૂરીયા ગામે એક મહિલાની હત્યા કરાયેલી લાશ તેણીના નિવાસ સ્થાનેથી જ મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. અંકલેશ્વર તાલુકાના ધંતૂરીયા ગામે ૪૧ વર્ષની એક મહિલાની લાશ તેણીના ઘરમાંથી મળી આવી હતી. તેના ગળાના ભાગે તીક્ષ્ણ પ્રદાર્થથી ઘા મારી હત્યા કરાઈ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નવા ધંતૂરીયા ગામે રહેતી અમી વસાવા નામની મહિલાની લાશ તેના ઘરમાંથી મળી આવતા પાડોશીઓ દ્વારા અંકલેશ્વર રૂરલ પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં તેણીની હત્યા બાદ તેનો ભત્રીજો પ્રવીણ વસાવા ફરાર હોવાનું બહાર આવતા પોલીસે ભત્રીજા પ્રવીણ વસાવાએ જ હત્યા કરી હોવાની આશંકાના આધારે તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ગોધરા ખાતે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પરીક્ષા સ્થાયી સમિતિની બેઠક યોજાઈ.

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ગ્રામ પંચાયતમાં અબુ બકકર તર્કી 5 વિરુદ્ધ 8 મતે ઉપ સરપંચ પદે પ્રત્યે વિજેતા બન્યા.

ProudOfGujarat

તાપી જિલ્લાની આ ગ્રામ પંચાયતે દારૂ બંધીને લઈને કર્યો મહત્વનો નિર્ણય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!