Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : વાલિયા રોડ ઉપર કોસમડી ગામ નજીક આવેલ જય અંબે સ્કૂલ પાસે ટ્રિપલ અકસ્માતમાં 6 થી વધુ લોકોને ઇજા.

Share

આજરોજ અંકલેશ્વરના કોસમડી ગામ નજીક આવેલ જય અંબે સ્કૂલ પાસે રીક્ષા ચાલક પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન મહિન્દ્રા પીકઅપ કાર ચાલકે રીક્ષા અને અન્ય કારને અડફેટે લેતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં છથી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે 108 ની મદદ વડે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ધટનાને પગલે માર્ગ પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ધટનાની જાણ થતા જ જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો કાફલો ધટના સ્થળ દોડી આવી અકસ્માત ગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર-વાલિયા માર્ગ અતિ બિસમાર હોવા સાથે અતિવ્યસ્થ હોવાથી અવાર નવાર અકસ્માતની ધટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે માર્ગને યોગ્ય રીતે પેચવર્ક કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

રાજપીપલા ખાતે “નોંધારાનો આધાર” પ્રોજેક્ટ હેઠળ પાંચ જરૂરિયાત મંદ લાભાર્થીઓને કેન્ટીન લારીઓનું વિતરણ કરાયું.

ProudOfGujarat

નબીપુર ગામમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારો રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠયા.

ProudOfGujarat

આમ આદમી પાર્ટી અંકલેશ્વર દ્વારા જનતાના કડગતા પ્રશ્ને પત્રકાર પરિષદ યોજાઈ હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!