અંકલેશ્વર તાલુકાના છેવાડે આવેલ ભરણ ગામ ખાતે એક ખેત મજૂરના બાળક પર દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત બાળકને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. ભરૂચ જિલ્લાની હદમાં આવેલ છેવાડાના ભરણ ગામે શેરડીના ખેતરમાં ખેત મજુર દંપતિના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો જેને પ્રથમ કોસંબાની આરફ હોસ્પિટલ બાદમાં સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પરંતુ સુરત ખાતે તેનું મોત નીપજ્યું હતું. આજરોજ ભરણ ગામે શેરડીના ખેતરમાં ખેત મજુર દંપતિ શેરડી કાપવાના કામમાં મશગુલ હતા તે દરમિયાન તેમનો બાળક કિશન પીન્ટુ નજીકમાં રમતો હતો, તે દરમિયાન જ શેરડીના ખેતરમાંથી આવેલ દીપડાએ ઓચિંતો બાળક પર હુમલો કર્યો હતો. છેલ્લા કેટલાક સમયમાં ભરૂચ સુરત, વાલીયા, ઝઘડીયા, અંકલેશ્વર, માંગરોળ પંથકમાં શેરડીના ખેતરોમાં દીપડાનો વસવાટ વધ્યો છે. આજની ઘટનાના બે દિવસ અગાઉ જ માંડવી તાલુકાના પાતલ ગામે દીપડાએ બાળકીનો શિકાર કર્યો હતો.
અંકલેશ્વરનાં ભરણ ગામ ખાતે એક ખેત મજૂરના બાળક પર દીપડાએ હુમલો કરતાં સારવાર દરમિયાન મોત થયું.
Advertisement