પ્રાંત અધિકારી રમેશ ભાગોડાની અધ્યક્ષતામાં પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓને વિવિધ પ્રમાણપત્રો સ્થળ પર કાઢી અપાયા.અંકલેશ્વરના ભડકોદ્રા ગામ ખાતે પાંચમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્ય સરકાર દ્વારા સરકારી સેવાઓ નાગરીકોને ઘરઆંગણે મળી રહે તે હેતુથી સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાના પાંચ ગામનો સેવા સેતુ કાર્યક્રમ ભડકોદ્રા ગામની પ્રાથમિક શાળા ખાતે પ્રાંત અધિકારી રમેશ ભાગોડાની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં રેશનકાર્ડની અરજી,આવકના દાખલા, આધારકાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, વરિષ્ઠ નાગરિક પ્રમાણ પત્ર, વિધવા સહાય, દિવ્યાંગતા પ્રમાણપત્ર તથા એપ્રેન્ટિસ યોજનાની અરજી સહિતના પ્રમાણપત્રો સ્થળ પર કાઢી આપવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી એન.આર.પટેલ,નાયબ મામલતદાર મનુભાઈ પટેલ અને તાલુકા પંચાયત પ્રમુખ માલતીબેન સોલંકી,ગામના સરપંચ રેવાબેન પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ નિતેન્દ્રસિંહ દેવધરા તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અંકલેશ્વર તાલુકાના પાંચ ગામનો સેવા સેતુ કાર્યક્રમ ભડકોદ્રા પ્રાથમિક સ્કૂલ ખાતે યોજાયો.
Advertisement