Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIA

અંકલેશ્વરનાં હસ્તી તળાવ વિસ્તારની સિદ્ધેશ્વરી સોસાયટીમાં હત્યાની આશંકા સાથે એક પરપ્રાંતિ મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો તે ગુના સંદર્ભે પોલીસ તે મૃતક પરિણીતાના પતિની અટકાયત કરી છે.

Share

અંકલેશ્વરનાં હસતી તળાવ વિસ્તારની સિદ્ધેશ્વરી સોસાયટીમાં રહેતી મમતા શર્મા નામની પરિણીતાનો મૃતદેહ તેણીના ઘરમાંથી મળી આવ્યો હતો. જે તે સમયે તેણીના પતિ નંદ કિશોર શર્માએ તેણીના પિયરિયાઓને જાણ કર્યા વિના લાશને અંતિમ સંસ્કાર કરવા સ્મશાને લઈ ગયો હતો. જોકે તેણીના એક પિતરાઇ ભાઈને આ અંગેની જાણ થતાં તેને અંકલેશ્વર શહેર પોલીસનું ધ્યાન દોર્યું હતું અને તેણીની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યકત કરી હતી.આથી અંકલેશ્વર શહેર પોલીસે તુરંત સ્મશાને પહોંચી તેણીના મૃતદેહ કબ્જે કરી પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતું. દરમ્યાન પોલીસે શંકાના આધારે મૃતકનાં પતિ નંદ કિશોર શર્માની અટકાયત કરી હતી અને સધન પૂછપરછ કરતાં પોલીસ તપાસમાં તે ભાંગી પડ્યો હતો અને તેને પોતે જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. દરમ્યાન આજરોજ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદમાં આ ગુનાનો ભેદ ખોલ્યો હતો અને જણાવ્યુ હતું કે પત્નીની હત્યાના ગુનામાં પોલીસે તેણીના પતિની અટકાયત કરી છે.

Advertisement

Share

Related posts

નડિયાદમાં પૂર્વ સી.એમ એ ૧૯૪ તપસ્વીઓને પારણા કરાવાયા.

ProudOfGujarat

આજે સૂર્યગ્રહણની ધટનાને નિહાળવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી સુરતવાસીઓ પણ આ ધટનાના સાક્ષી બન્યા.

ProudOfGujarat

સુરત : પોલીસ કે બુટલેગર! વરાછાના પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડે ઝડપેલો દારૂ વેચાણ કરવા ખાનગી કારમાં મૂક્યો, હોમગાર્ડની ધરપકડ, કોન્સ્ટેબલ વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!