ભરૂચમાં એવી ધટના બની જેમાં ગઠિયાઓ નકલી SBI નો કાર્ડ બનાવી હજારો રૂપિયા કોઈક ભેજાબાજ ગઠિયાઓ દ્વારા ઉઠાવી લેવામાં આવ્યા છે. ધટના એવી છે કે અંકલેશ્વર તાલુકા વિકાસ અધિકારી તરીકે નિવૃત થયેલા રતીલાલ જમીયત પટેલનું ખાતું SBI બેંકમાં છે. જેમના ખાતામાંથી કેટલાક રૂપિયા ઉપાડવામાં આવતા તેમણે મોબાઈલ ઉપર મેસેજ આવ્યો. જેથી તેમણે ATM માં જઈને તપાસ કરતાં ATM કાર્ડનાં પીન ઇનકરેકટનો મેસેજ આવ્યો હતો. આથી તેમણે બેંકમાં જઇ પાસબુકમાં એન્ટ્રી કરાવતા તેમના ખાતામાંથી રૂપિયા 23000 કાઢવામાં આવ્યા હતા એટલે કે તેમના નામનો SBI નો ડેબીટ કાર્ડ નકલી બનાવી અને તેનો પીન બદલીને રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જેમાં તમામ રૂપિયા BOB નાં ATM માંથી ઉપાડયા હતા. જયારે બીજા વ્યક્તિ મુકેશભાઇ પટેલનાં ખાતામાંથી પણ ડુપ્લીકેટ SBI ડેબીટ કાર્ડ બનાવી રૂપિયા 10,000 ઉપાડી લીધા હતા. આમ કુલ રૂ. 33000 નકલી ડુપ્લીકેટ ડેબીટ કાર્ડ બનાવી પીન ચેન્જ કરીને ઉપાડવાની ધટના શહેર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. આમ હવે ભેજાબાજોએ ડુપ્લીકેટ ડેબીટ કાર્ડ બનાવીને રૂપિયા ઉઠાવવાની ધટનાથી લોકોને ચેતવાની જરૂર છે કેમ કે હવે તમારા ફોટો આઇકાર્ડના આધારે ભેજાબાજો તમારો એકાઉન્ટ નંબર મેળવીને બેંકનાં ATM નાં ડેબીટ કાર્ડ બનાવી રૂપિયા ઉપાડી રહ્યા છે.
ભરૂચ જીલ્લાનાં અંકલેશ્વર શહેરનાં રામનગરનાં રહીશ નિવૃત તાલુકા વિકાસ અધિકારીનાં ખાતામાંથી ડુપ્લીકેટ કાર્ડ બનાવી હજારો રૂપિયા ઉપાડી લેવાની ધટનામાં પોલીસ ચોપડે ફરિયાદ દાખલ થઈ છે.
Advertisement