મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે આવેલ પરમાર ફળીયામાં રહેતા અને મૂળ એમપીના રહેવાસી ગુજરાતી દિલીપભાઇ ઝાંમણીયાનો પુત્ર દિલીપ ગઇકાલના રોજ ઘરેથી રમવા માટે ગયો હતો અને ઘરે પાછો ન આવતા તેમના વારસદારો તેમને શોધવા માટે નીકળ્યા હતા પરંતુ આજરોજ વહેલી સવારે બાળકની ડેડબોડી અંકલેશ્વર ભરૂચને જોડતા રેલવે ટ્રેક ઉપર મળી આવતા પરિવારજનોમાં મુસીબતનો પહાડ તૂટી પડ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રેલ્વે પોલીસના અનુમાન દ્વારા બાળક ટ્રેનની અડફેટમાં આવી ગયો હોય તેવું જાણવા મળ્યું હતું ત્યારે રેલ્વે પોલીસે બાળકની ડેડ બોડીનો કબજો મેળવી અંકલેશ્વર સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.
Advertisement