Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે.

Share

અંકલેશ્વર પંથકમાં રણકાંઠાના ગામડાઓમાં સુસવાટા મારતા પવનોથી ઠંડીનુ જોર વધ્યુ. લોકો ઠંડીની લપેટમાં પંથકમાં શીતલહેર છવાઈ ઠંડીનો જોરદાર ચમકારો.અંકલેશ્વર પંથકમાં હાલ થીજાવતી ઠંડીથી લોકો ઠુંઠવાયા જનજીવન પ્રભાવિત સુસવાટા મારતા પવનો સાથે ઠંડીનો જોરદાર ચમકારો રણકાંઠામાં ઠંડા પવનો ફુંકાતા પંથકમાં ઠંડીનુ મોજુ ફરી વળ્યુ હાલ થીજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયુ ઠંડીથી બચવા લોકો તાપણાના સહારે તાલુકા પંથકમાં છેલ્લા બે દિવસથી પડતી કડકડતી ઠંડીથી શિયાળો તેના અસલી મિજાજમાં આવ્યો હોય તેમ ઠંડીનુ પ્રમાણ વધતા લોકો ધ્રુજી ઉઠયા છે અને પંથક પર અસહ્ય ઠંડીનુ મોજુ ફરી વળતા અપડાઉન કરતા નાના વાહન ચાલકો વહેલી સવારે કાંપતા જોવા મળી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો ઉંચકાતા ઠંડીનો જોરદાર ચમકારો લોકોને સહન કરવો પડી રહ્યો છે. અંકલેશ્વરના તાલુકા તથા શહેરો વિસ્તારમાં સુસવાટા મારતા ઠંડા પવનોથી શીતલહેર છવાઈ ગઈ છે.અને કોલ્ડવેવની સ્થિતિ સર્જાય હોય તેમ સવારે મોડે સુધી જનજીવન અસ્તવ્યસ્ત રહે છે અને લોકો મોડે સુધી સાલ સ્વેટર કે મફલર ટોપામાં સજ્જ જોવા મળે છે જેથી દિવસ દરમિયાન લોકો ગરમ કપડા પહેરવાની ફરજ પડી રહી છે. તીવ્ર ઠંડીના કારણે સવારે સ્કુલ જતા બાળકોને ભારે પરેશાની થઈ રહી છે તો કામ અર્થે જતા લોકો પણ વાહનમાં ઠુંઠવાતા નજરે ચડ્યા તેમજ મુંગા અબોલ જીવો પણ કોકળુ વળતાં જોવા મળે છે, આમ હાડ થીજાવતી કડકડતી ઠંડી સાથે સુસવાટા મારતા પવનોથી જનજીવન ખાસુ પ્રભાવિત થયુ છે જે કોલ્ડવેવની અસર સમગ્ર જીવો પર વર્તાઈ રહી છે ઠંડીથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહયા છે.

Advertisement

Share

Related posts

BJP ની રાષ્ટ્રીય કારોબારીની જાહેરાત : ગુજરાતના દિગ્ગજ નેતાઓને મળ્યું સ્થાન

ProudOfGujarat

ભરૂચ : બિનગુજરાતી એકલી પડેલ મહિલાને આશ્રય અપાવતી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ.

ProudOfGujarat

નેત્રંગ-વાલીયા રોડ ઉપર ગમખ્વાર અકસ્માતમાં કેલ્વીકુવાનાં યુવાનનું કરૂણ મોત નિપજ્યું હતું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!