અંકલેશ્વરની દેના બેંક દ્વારા ગ્રાહકોના ખાતામાંથી ખોટા ચાર્જ કાપતી હોવાની રાવ ઉઠી છે. દેના બેંકનું બેંક ઓફ બરોડામાં મર્જ કરાયા બાદ ચાર્જ કાપવાની શરૂઆત થતા ગ્રાહકોમાં આક્રોશ ફેલાયો હતો. બેંકના મેનેજરને આ બાબતે ફરિયાદ કરાય હતી.
અંકલેશ્વર દેના બેંકનું હાલમાં બેંક ઓફ બરોડામાં મર્જીકરણ કરવામાં આવ્યું છે. જે બાદ દેના બેંકના ખાતેદારોમાંથી અચાનક પોલિયો ચાર્જ, કેશ કાઉંટીંગ ચાર્જ, કેશ હેન્ડલીગ ચાર્જ જેવા વિવિધ ચાર્જ ગ્રાહકોને જાણ કરવા સિવાય બારોબર કાપવામાં આવી રહ્યાં હતા. જે અંગે શહેરના જાગૃત નાગરિક દ્વારા બેંક સામે ફરિયાદ કરી બેંક મેનેજરને રજુઆત કરી હતી. અને બેંક દ્વારા કાપવામાં આવેલ ચાર્જ સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ અન્ય ગ્રાહકોએ પણ આ બાબતે અસંતોષ વ્યક્ત કર્યો હતો.આ સમગ્ર ધટનાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
Advertisement