Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર બાકરોલ બ્રિજ પાસે યુવાનનો મૃતદેહ મળ્યો .

Share

અંકલેશ્વર બાકરોલ બ્રિજ પર પરપ્રાંતીય યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડી પરિવારજનોને સંપર્ક કરવાની તજવીજ આરંભી હતી. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી બાકરોલ બ્રિજ પર અજાણ્યા ઈસમનો મૃતદેહ પડ્યો હોવાની જાણ તાલુકા પોલીસ મથકે કરવામાં આવી હતી. ઘટના સ્થળે પાનોલી પોલીસની ટીમ પહોંચતા બ્રિજના પિલ્લરના ઓટલા પર અજાણ્યો ઈસમ મૃત હાલતમાં નજરે પડ્યો હતો. પોલીસે તેની તલાસી લેતા પ્રાથમિક તપાસમાં યુવક પરપ્રાંતીય યુ.પીનો હોવાનું બહાર આવ્યું હતું 32 વર્ષીય કલ્લાખાં ભૂરેખા મેવાટી તેનું નામ હોવાનું ખુલ્યું હતું. પોલીસે તેનો મૃતદેહ પી.એમ. અર્થે ખસેડી તેના પરિવારજનોને જાણ કરી હતી. મૃતક ઈસમ કયાં કારણસર મૃત પામ્યો છે. તે અંગે પોલીસે પી.એમ રિપોર્ટની રાહ જોઈ રહી છે. ત્યારે પ્રાથમિક અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ-દેરોલ પાસે વિલાયત ચોકડી નજીક અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું.

ProudOfGujarat

ભરૂચ:ગટર અને પાણીની પાઇપ લાઇન લીકેજના કારણે જમીનનો ભાગ પોલો પડતા ઘરો ધીરે-ધીરે બેસી રહ્યા છે.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કોંગ્રેસ અને ખેડૂતો દ્વારા સ્ટેશન વિસ્તાર માં શાકભાજી.દૂધ.અને અનાજ રસ્તા ઉપર ફેંકી ઉગ્ર વિરોધ પ્રદશન કરવામાં આવતા પોલીસે ૩૦ થી વધુ લોકો ની અટકાયત કરી હતી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!