Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : જીઆઇડીસીમાંથી પસાર થતી નહેરમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો.

Share

આજરોજ અંકલેશ્વર જીઆઇડીસી ની અમલ રસાયણ કંપનીને અડીને આવેલ નહેરમાં એક અજાણ્યા પુરુષ ઇસમની લાશ તરતી જોવા મળી હતી. જેને લઈને વિસ્તારમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો.

આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી ખાતે આવેલ વોખાર્ડ કંપનીની નજીક આવેલ કેનાલમાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. મરનાર યુવકની ઉંમર આશરે 30 થી 32 હોય તેમ જણાઈ રહયું હતું. યુવકનો મૃતદેહ પાણીમાં તરી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો. જેને અર્થે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસને જાણ કરતાં પોલીસનો કાફલો ઘટના સ્થળ પર પહોચી આવ્યો હતો. આ મરનાર યુવક હાલ કોણ છે અને ક્યાંનો છે એની તપાસ અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ કરી રહી છે. લોકો દ્વારા મરનાર વ્યક્તિ નાહવા માટે કેનાલમાં કૂદી પડ્યો હોય અને તેનું તે સમયે મોત નીપજયું હોય તે પ્રાથમિક તારણ કાઢવામાં આવી રહ્યું છે.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

આમોદ પાસે કેમિકલ ભરેલ ટેન્કર મા આગ.. ચાલક નો આબાદ બચાવ..

ProudOfGujarat

વડોદરા : VMC દ્વારા જુનિયર ક્લાર્ક અને સેનેટરી ઈન્સ્પેકટરની ભરતીમાં એકને ગોળ અને એકને ખોળની નીતિ.

ProudOfGujarat

પેટ્રોલ અને ડીઝલનાં અસહ્ય ભાવ વધારો સામે કોંગ્રેસ દ્વારા ઉમરપાડા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!