Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરમાં ધોળા દિવસે બાઈક ચોરી કરી ચોર ફરાર : ઘટના સીસીટીવી કેમેરા કેદ.

Share

અંકલેશ્વર પંથકમાં ચોરી અને લુંટના બનાવો ઘણા વધી રહ્યાં છે, દિવસે અને દિવસે ઘરમાં થતી ચોરી સાથે દુકાનોમાં પણ ખુલ્લેયામ રીતે ચોરીના બનાવો વધી રહ્યા છે, ગેરકૃત્ય કરનારાઓને જાણે પોલીસ તંત્રનો ખોફ જ રહ્યો નથી તેમ બેફામ રીતે ચોરી કરી રહ્યા છે.

અંકલેશ્વરની અંશ ઓટો મોબાઈલની સામે પાર્ક કરેલ બાઈકની ચોરી થઈ હતી,

અગાઉ પણ રાત્રિના અંધકારનો ફાયદો ઉઠાવીને ઇકો ગાડીની ચોરી થઈ હતી. અંકલેશ્વરમાં આવેલા વિસ્તારમાં ગાયત્રી મંદિર હાઉસિંગ બોર્ડ રોડ પર આવેલા દિવસ દરમિયાન અંશ ઓટો મોબાઇલની સામે પાર્ક કરેલી બાઈકની ચોરી માલીક દ્વારા શોધખોળ કરતાં બાઇક ના મળતાં નજીકમાં અંશ ઓટો મોબાઇલ લગાવેલ કેમેરા ચેક કરતાં કોઈ અજાણ્યો ઈસમ લઈને ફરાર થતો નજરે પડ્યો હતો. આ ઘટનાની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતા અંકલેશ્વર શહેર પોલીસ ઘટનાસ્થળે પહોંચી બાઈક ચોરી કરનાર ઇસમ વિશે તપાસ હાથ ધરી હતી.

Advertisement

મુકેશ વસાવા : અંકલેશ્વર


Share

Related posts

ને.હા. 48 નબીપુર ઝનોર ચોકડી પર અજાણ્યા વાહને મોટર સાઈકલને ટક્કર મારતા સર્જાયો અકસ્માત.

ProudOfGujarat

ભરૂચમાં રાજપીપળા જી.આઇ.ડી.સી. માંથી પત્તા પાનાં વડે જુગાર રમતા 13 ખેલંદાઓને ઝડપી પાડતી એલસીબી પોલીસ

ProudOfGujarat

સરદાર સરોવર ભરપૂર : નર્મદા નદીમાં પાણી છોડાયું, ફરી એકવાર ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે જળ સ્તરમાં વધારો, કાંઠા વિસ્તારોમાં એલર્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!