ભરૂચ શહેર જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘટતા નવા શૈક્ષણિક સત્રમાં ધોરણ-9 થી 11 ના વિધાર્થીઓનું આગમન થનાર છે. શાળા કર્મચારીઓ દ્વારા ઘણી જહેમત બાદ ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે શાળાઓ શરૂ કરવાનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો. સૌ પ્રથમ ધોરણ 12 ના વર્ગો શરૂ કર્યા બાદ હવે ધોરના 9 થી 11 ના વર્ગો આજથી શરૂ કરાયા છે.
અગાઉ કોરોના સમયગાળા દરમિયાન ઓનલાઈન ક્લાસમાં જે વિધાર્થીઓએ 100 ટકા હાજરી આપી હતી તેવા વિધાર્થીઓ માટે અંકલેશ્વર ખાતે આવેલ શ્રવણ સ્કૂલ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી હતી. જે બાળકોએ કોરોના કાળ દરમિયાન પણ સ્કૂલને તેમનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપ્યું છે અને કોરોના જેવા કપરા સમયગાળામાં શિક્ષકો અને શાળાને મદદરૂપ થયા હોય અને શાળા સમય દરમિયાન ઓનલાઈન ક્લાસ થકી 100 ટકા હાજરી આપી અને ભવિષ્યની ચિંતા કરીને ધ્યાન આપ્યું હોય તેવા બાળકોનો શાળાએ આવવાનો ઉત્સાહ વધારવા માટે શાળા ખાતે ટ્રોફી આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.
બાળકોના સહકારની મદદથી આજે શાળાઓ ખૂલી હોવાથી 100 ટકા હાજરી આપનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના પ્રિન્સિપાલ દીપીકાબેન મોદીએ દરેક વિધાર્થી અને તેમના વાલીઓનો કપરા કાળમાં સહકાર આપવા બદલ આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
મુકેશ વસાવા,અંકલેશ્વર