અંકલેશ્વર પંથકમાં તાર ફળીયા વિસ્તારમાં થયેલ ગંદકીના સામ્રાજ્ય અને ઉભરાતી ગટરોને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેમાં તંત્રની બેદરકારીની પોલ ખુલ્લી પડી હતી, ચોમાસુ શરૂ હોય અને ગંદકીમાં રહેતા લોકોને ભારે જહેમત ઉઠાવનો વારો આવતો હોય છે.
વોર્ડ નંબર ૨ નાં સભ્યો શૈલેષ મોદી, અંકલેશ્વર શહેર કોંગ્રેસ સમિતિ સહિત અસરફ દિવાન, નગીનભાઇ વસાવા, કિન્નરીબેન પરમાર તથા આમ આદમી પાર્ટીનાં મોહંમદ ઈરફાન સુરતીએ તાર ફળીયા વિસ્તારની મુલાકાત લીધી હતી. આ વિસ્તારમાં મૂળભૂત માળખાકીય સુવિધાઓની હાલત ખુબ જ દયનીય છે. રોડ, રસ્તા, પાણી, ગટર, વીજળી વિગેરેની પારાવાર સમસ્યાઓ છે તેમજ ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે.
રોજબરોજ કચરાનો નિકાલ થવો જોઈએ તે કરવામાં આવતો નથી હાલ ચોમાસુ હોય રોગચાળો ફાટી નિકળે તેવી પુરેપુરી શક્યતાઓ રહેલી છે ત્યારે આ વિસ્તારમાં જ જેમનું બાળપણ વિત્યું છે અને આજે તે જ વ્યક્તિ જ્યારે અંકલેશ્વર નગરસેવા સદનમાં પ્રમુખ તરીકે બિરાજમાન છે ત્યારે આ વિસ્તારની સમસ્યાઓનો તાત્કાલિક તેમજ કાયમી ધોરણે યોગ્ય નિકાલ થવો જોઈએ તેવી લોક માંગ ઉઠી છે અને અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વોર્ડના રહેવાસી હોવા છતાં સફાઈ નથી થતી હોવાના કોંગ્રેસના શહેર મહામંત્રી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
મુકેશ વસાવા, અંકલેશ્વર