અંકલેશ્વર શહેરમાં આવેલ જુના બોરભાઠા બેટ ખાતે સસ્તા અનાજના દુકાનદાર દ્વારા જે સરકારી ભાવ છે તે ના લઈ વધુ ભાવ લઈ અનાજ અપાતું હોવાની તેમજ ઉદ્ધત વર્તન કરતો હોવાની ફરીયાદ કરવામાં આવી હતી.
અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ, ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનના દુકાનદાર દ્વારા ગામ લોકો સાથે અનાજની રસીદ તેમજ પૂરતું અનાજ તેમજ કેરોસીન જેવી અનેક જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તા ભાવે આપવાની જગ્યાએ વધુ ભાવ લઈ આપવામાં આવે છે. તેમજ અનાજ લીધા પછી રસીદ માંગવામાં આવે તો ગમે તેમ વર્તન કરી ના પાડી દે છે નઇ તો પ્રિન્ટર બગડી ગયું છે તેવું કહી વાત ટાળી દેવામાં આવે છે.
ગામના યુવાનો દ્વારા સસ્તા અનાજની દુકાનદાર વિરૂદ્ધ તપાસ કરવાની ફરિયાદ કરતા આજરોજ તપાસ કરતા અધિકારીઓ આવી સસ્તા અનાજના દુકાનદાર તેમજ ગ્રામજનોનો જવાબ લેવાયો હતો. જવાબના અંતે ગ્રામજનો સાથે થતાં અન્યાય સામે ન્યાય મળે તેવી ગામના યુવાનો માંગ કરી રહ્યા હતા.
મુકેશ વસાવા : અંકલેશ્વર