ભરૂચ અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે નંબર 48 પર ઘણી વખત અકસ્માતની પરિસ્થિત સર્જાતી હોય છે છેલ્લા એકાદ મહિનામાં નેશનલ હાઇવે 48 પર આ ત્રીજી કે ચોથી વખત અકસ્માત સર્જાયો હશે. આજરોજ વહેલી સવારે અંકલેશ્વરના અમરતપુરા નજીક ટ્રક બેકાબૂ બનતા હાઈવેની ડિવાઇડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે નજીક આવેલ અમરતપુરા ગામ હાલ લાઇન લાઇટમાં હોય તેમ જણાઈ રહ્યું છે, છેલ્લા ઘણા સમયથી અમરતપુરાને તેના નજીકના વિસ્તારમાં અનેક બનાવો બની રહ્યા છે ત્યારે આજરોજ એક ટ્રક સવારે પુરઝડપે આવતા બેકાબૂ બન્યો હતો સાથે ટ્રક બેકાબૂ બનતા ટ્રક હાઇવે પરના ડિવાઇડર પર ચડી ગઈ હતી અને લોકોના ટોળાં ભેગા થતાં દોડધામ મચી જવા પામી હતી.
ઘટનાને પગલે કોઈને જાનહાની પહોચી ન હતી અને અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરવામાં આવી હતી જેને પગલે અંકલેશ્વર શેહર પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. કોઈને જાનહાની ન પહોંચતા આસપાસ ભેગા થયેલ લોકો અને ટ્રક ડ્રાઇવરે હાશકારો માન્યો હતો.