અંકલેશ્વર તાલુકા પોલિસ સ્ટેશનમાં પત્રકારો જોડે પોલીસના ગેરવર્તન કરવા બાબતે પત્રકાર દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી સમક્ષ અંકલેશ્વરના પત્રકારોએ DYSP ને માંગ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા તથા અંકલેશ્વર શહેરમાં ચોરી અને દારૂ તેમજ મિલકત સંબંધી ગુનાઓ અવારનવાર બનતા હોય છે.
આજરોજ પ્રેસ ક્લબ ઓફ અંકલેશ્વરના નેજા હેઠળ અંકલેશ્વરના DYSP ને આવેદન આપવામાં આવ્યું હતું. જેમાં પત્રકારો વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓની માહિતી લેવા જાય છે તો તેમણે યોગ્ય માહિતી આપવામાં આવતી નથી અને કેટલાક પોલીસ કર્મીઓ સાથે ઘર્ષણની પરિસ્થિતી સર્જાઈ હતી જેને લઈને અંકલેશ્વર DYSP ને આવેદન આપ્યું હતું અને DYSP સાહેબે પત્રકારોના તમામ રજૂઆતને સાનુકૂળ ગણાવી હતી .
મુકેશ વસાવા : અંકલેશ્વર
Advertisement