અંકલેશ્વર શહેરના ગાર્ડનસિટી પાછળ આવેલ જીતાલી ગામની સીમમાં ગાયો ઘાસ ચરવા આવતા હાઇટેનશનના પાવરથી વીજ કરંટ લગતા ચાર જેટલી ગાયો તરફડીયા ખાઈ અને થોડી જ ક્ષણોમાં ચારેય ગાયોના મોત નિપજ્યાં હતા.
બનાવ અંગે મળતી મળતી માહિતી અનુસાર આજરોજ સવારના સમયે અંકલેશ્વર શહેરના ગાર્ડનસીટીની પાછળ આવેલ જીતાલી ગામના એક ખુલ્લી જ્ગ્યામાં ચાર જેટલી ગાયો ઘાસ ચરવા જઈ રહી હતી તેની બિલકુલ ઉપરથી હાઇટેનશનના તાર પસાર થઈ રહ્યા હતા જેમાં તેની બરોબર નીચે ગાયો ઘાસ ચરી રહી હતી આચાનક વીજના પ્રવાહ વધતાં ચારેય ગાયોને વીજ કરંટ લાગ્યો હતો.
તેવામાં ગાય ચરાવનાર ત્યાં જ ઉપસ્થિત હતો તેના જણાવ્યા મુજબ ગાયોને કરંટ લાગતા ચારેય ગાયો જમીન પર પડી ગઈ હતી અને જોત જોતામાં તેઓના મોત નિપજ્યાં હતા અને ગામમાં ચકચાર મચી જવા પામ્યો હતો જેથી ગૌધણીએ રૂપિયા 2 લાખ ઉપરાંતની પશુધનની નુકશાનીની તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.