Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેર પોલીસે રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની ધરપડક કરી રૂપિયા ૬૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Share

અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો એ દરમ્યાન પીરામણ નાકાથી ભાટવાડને જોડતા માર્ગ પર રિક્ષા નંબર જી જે ૧૬ વાય ૫૪૯૩ને અટકાવી તેમાં તપાસ કરતા અંદરથી રૂપિયા ૨૮,૪૦૦ની કિમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે રિક્ષા ચાલક અને હાઉસિંગ બોર્ડમાં રહેતા મોહસીન કાજીની ધરપકડ કરી રિક્ષા સહીત રૂપિયા ૬૮,૪૦૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે ઓરિએન્ટલ બેન્ક ઓફ કોમર્સ ના ૭૫ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

ગોધરા : શ્રી સાર્વજનિક કોમર્સ કોલેજ દ્વારા ૭ દિવસીય એન.એસ.એસ. કેમ્પની કરાઇ પૂર્ણાહુતિ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાતાવરણમાં પલટો થતાં અચાનક વરસાદનાં છાંટા પડયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!